________________
સાધ્યને માર્ગે બેરિસ્ટર–આ પ્રમાણે છેવટે પરીક્ષા પસાર કરી ગઈ કાલે જ હું અહીં આવ્યું છું.”
યોગી–બહુ સારું, હવે શું કરશે?” બેરિસ્ટર-“હવે કેરટમાં કેસ ચલાવીશ, વકીલાત કરીશ.'
ગી–“પછી?’ બેરિસ્ટર–પછી પૈસા કમાવા માંડીશ.”
ગી–“પછી?” . બેરિસ્ટર–પછી બૈરી પરણશ, ઘર માંડીશ.”
ગી–“પછી?” બેરિસ્ટર–પછી મોટર લઈશ.” યોગી–“પછી? બેરિસ્ટર–પછી સારે બંગલે બંધાવીશ.”
ગી—“પછી?”
બેરિસ્ટર–“પછી ઘરમાં ઘરેણુ વસાવીશ, વાસણ, ફરની, ચર, કપડાં, સાડીઓ વિગેરે લઈશ, વીજળીની બત્તીઓ, પંખા વિગેરેથી શોભા કરીશ, જીવનના અનેક લ્હાવા લઈશ.”
ગી-“પછી?’
બેરિસ્ટર-“સાહેબ, પછી પછી શું કરે છે? પછી મરી જઈશ.'
આવી વાત છે! પછી મરી જઈશ એ કહેતાં કહેવાઈ તે ગયું, પણ વિચારવાનું હોવાથી તેને અંગે વિચાર શ્રેણી ચાલી. આ પ્રમાણે વ્યાપારી કે નેકર, શિક્ષક કે સેવક, વૈદ્ય કે ડેાકટર, ઈજનેર કે શીલ્પી, સુતાર કે દરજી, ન્યાયાધીશ કે અમાત્ય–ગમે તેને બરાબર વિગતવાર પૂછવાથી જણાશે કે અમુક અમુક બાબતે કરવા પછી છેવટને જવાબ જે તે