________________
૪૮
સાધ્યને માર્ગ અંદર ઘૂસી જાય અને ભણેલાને પણ ભૂલાવે ત્યારે કરવું શું?” - મહાત્મા–“સાવધાન રહેવું. ભણેલાએ સમજવાનું છે કે એના જ્ઞાનને એણે આત્મવિકાસ માટે ઉપયોગ કરવાનું છે. એને બદલે એ જે પોતાના ખાટા બચાવ કરવામાં એને ઉપયોગ કરે તે તેને પણ શુભ પ્રસંગે અશુભ તરીકે પરિણમે છે. એ નજરે જોતાં જેમનામાં જ્ઞાન હોય તેમણે વધારે સાવધાન રહેવાની આવશ્યકતા છે. જેમ જ્ઞાન વધારે તેમ આવી આવી બાબતમાં લપસી જવાને સંભવ વધારે, અને જે સાવધાની હોય તો એમાંથી ઉગરવાના માર્ગો પણ વધારે. આ કાળમાં ખાસ કરીને કષાયમાં પડી જવાના પ્રસંગે ઘણા વધારે થતા જાય છે, તેવા વખતમાં વપણને લઈને ધર્મનિમિત્તે પ્રાણી અનેક કષાયપરિણતિઓ કરે છે. તમારા સંઘના મેળાવડામાં જુઓ કે અમારા સાધુઓના સંયવહારમાં જુઓ, તે ત્યાં બહુ મૂંઝવણું કરાવે તેવી ગૂંચવણેમાં અટવાઈ ન જવાય તે માટે સાવધાન રહેવાની ખાસ જરૂર છે.” | મુમુક્ષુ –“સંઘ મળે ત્યારે અમે ખૂબ ઊંચે સાદે (અવાજે) વાતો કરીએ છીએ અને નાતના મેળાવડામાં તે જથ્થાવાળો કે બોલનારે જ ફાવે છે. ત્યારે ત્યાં પણ કષાયે ખરા? અને સાધુઓ પણ એના ભેગા થાય ખરા?”
મહાત્મા–“આ પ્રશ્ન અસ્થાને છે. સંઘના કાર્યમાં તે બહુ વિચારની જરૂર છે. એમાં જે કોઈ કે અભિમાન કરે તેને અનેક ભવે પણ રસ્તે ન થાય. એમાં વળી જે માયા, દંભ કે કપટ કરે એની તે વાત જ શી કરવી? અને સાધુઓ? એમને તે કદાગ્રહ કે અભિમાનની વાત જનહેય. ત્યાં તે સરળતા, શાંતિ