________________
સમેતશિખરને માર્ગે
૩૧૭ આવે ત્યારે તે ક માર્ગ આદરે છે તે તપાસ અને બાકી તે પિતાને જ બહુ વિચાર કરવો. કેમકે પિતાને માટે ઘણું વિચારવાનું છે, બહુ તપાસવાનું છે, ઘણો ખ્યાલ કરવાનું છે. અન્યની ચિંતા કરવાને વખત (ટાઈમ) પણ નથી, ફુરસદ પણ નથી અને ખાસ કારણ વગર જરૂર પણ નથી. જીવનકાળ બહુ ટૂંકે છે અને કર્તવ્ય બહુ છે. આત્મોન્નતિ માટે બહુ કરવા જેવું છે, તેમાં પારકી પંચાત તે કયાં કરી શકાય? તમારું પ્રભાતનું પ્રેરક વાક્ય યાદ કરો.” | મુમુક્ષુ –ત્યારે તમને એમ લાગે છે કે આપણે આપણે પોતાને જ વિચાર કરે, અન્યની દરકાર કરવી. નહિ, તેઓનાં સુખદુઃખ પર ખ્યાલ કરવો નહિ, તેઓને આપણું સાથે ચલન કરાવવાનો પ્રયત્ન પણ કરે નહિ?”:
પંથી:–“આપ મારા શબ્દો બરાબર સમજ્યા નથી અથવા જાણુને ખોટી રીતે ખેંચી જાઓ છે. મારા કહેવાને, ભાવાર્થ એ છે કે આપણે આપણા વિકાસ માટે ઘણું કરવાનું છે, તેથી અન્યની પરીક્ષા માટે બહુ સમય વ્યતીત કરવાની. કે તદ્વિષયે ચિંતા કરવાની જરૂર કે અવકાશ નથી; બાકી અન્યને ચલન કરાવવા, તેઓ પર ઉપકાર કરવા, તેઓને વાસ્તવિક સુખી કરવા પ્રયત્ન કરવા, એ તો આપણા વિકાસનાં પ્રબળ સાધન છે, આત્મા અમુક હદે ન પહોચે
ત્યાં સુધી જરૂરનાં છે, એટલું જ નહિ પણ અનિવાર્ય છે. સજ્જન પુરુષની વિભૂતિઓ પરોપકાર માટે જ હોય છે.” : | મુમુક્ષુ:–“ત્યારે તે આપણા અભિપ્રાયે તદ્દન મળતા આવે છે. મારું કહેવું પણ એજ છે કે આ ટૂંકા જીવનમાં