________________
૩૧૮
સાધ્યને માગે બને તેટલે પરોપકાર કરે અને લક્ષ્ય આત્મા તરફ આંતર દશા તરફ રાખવું. હવે મારે તમને એક બીજી જ વાત પૂછવાની છે. તમે “ચલન” અને “સેવનને અંગે જે લંબાણ વિચારે જણવ્યા, તેની અંતિમ હદ કયાં આવે છે ? ક્યાં સુધી ચાલ્યા કરવું અને પછી શું ?
પંથી આપની વિચારણુ ઘણી સુંદર છે. ચલનને ઊલટો ભાવ સોવન (સુવાનું) નથી, પણ સ્થિરતા છે. ચલનને અંતે સ્થિરતા આવે ત્યાં ચલનની અન્તિમ હદ આવે છે, અને ચલનને અંતે સેવન આવે ત્યાં માત્ર ટુંક સમય માટે ચલનને અટકાવે છે, અને તે પસંદ કરવા લાયક નથી. સ્થિરતા અંતિમ સાધ્ય છે, જ્યારે “સોવન” એ માત્ર બ્રેક છે. રેલ્વેના એંજીનને બ્રેક દરેક વખતે અટકાવે ત્યારે શું થાય છે
અને સ્ટીમ (વરાળ) કાઢી નાખે ત્યારે તેનાં ચક્રોની શી સ્થિતિ થાય છે તે વિચારશે તે ચલન, સ્થિરતા અને સેવન વચ્ચેનો તફાવત ખ્યાલમાં આવી જશે.” | મુમુક્ષુ આપની એ વાત તે સમજાણી, પણ એ રીતે કયાં સુધી ચાલ્યા કરવું અને પછી શું ? એ મારા મનનો જવાબ મળે નહિ.”
પંથી:–“આપના એ સવાલનો જવાબ પણ આવી ગયે. અંતિમ સાધ્ય શાશ્વત સ્થિરતા છે, એ પ્રાપ્તવ્ય છે, એ પ્રાપ્ત થાય ત્યારે આત્માની સાથે લાગેલી સ્ટીમ તદ્દન નીકળી ગયેલી હોય છે, આત્મા સ્વત: શુદ્ધ સ્ફટિક દશામાં આવી જાય છે, અને પછી એ દશામાં કાયમ રહે છે. રેલ્વેના એંજીનમાં અને આત્મામાં પછી સામ્ય રહેતું નથી. એંજીનમાં વળી ફરીવાર ટીમ તૈયાર કરાય છે, પણ આત્માને સ્થિરતા