________________
સાધ્યને માગે ક્યાં છે તેને વિચાર બહુ થોડાને હેય છે. મનુષ્ય હમેશાં લાભ તરફ તો નજર રાખે જ છે, પરંતુ બહુધા તાત્કાલિક લાભ તરફ તેની વિશેષ નજર રહે છે, તેથી ગમે તેવું અસત્ય બેલી અથવા તે છેતરપીંડી કરી જે પાંચ પચીશ રૂપિઆને લાભ થતું હોય તે તેમ કરવા ચૂક્તા નથી. પરિણામે તેને આ ભવમાં જ હાનિ થાય છે. સત્યને રસ્તે ચાલનાર કદી પણ દુઃખી થતા જ નથી. આ લોકમાં પણ તેની આબરૂ એવી જામે છે કે તે જે વ્યાપારી હોય તો તેની દુકાનની ઘરાકી વધારે હોય છે, જે તે નોકર હેાય તો થોડા વખતમાં ઊંચા હોદ્દા પર આવે છે. પરંતુ આવા પ્રકારની આબરૂ જામે તે પહેલાં થોડાક પ્રતિકૂળ સપાટાઓ ખમવા પડે છે, જેમ કરવાને પ્રાકૃત મનુષ્ય શક્તિમાન થતા નથી. આમ થવાનું કારણ શું હશે ? એ સવાલ સહજ થાય છે. તેને ઉત્તર એ જ છે કે તેઓને વિચાર કરવાની ટેવ નથી. જે તે વિચાર કરવાની ટેવ પાડે તે થોડા વખતમાં સમજી શકે કે આમાં પોતાને તાત્કાળિક થોડા લાભ છે, પણ જે તેને ભેગ પિોતે આપશે અને સત્ય માર્ગો પ્રવૃત્તિ કરશે, તે છેવટે બહુ લાભ થશે. આવા પ્રકારની લાભહાનિ તળવાની તાવિક શક્તિ આત્મનિરીક્ષણથી અલ્પ પ્રયાસે પ્રાપ્ત થાય છે.
આત્મનિરીક્ષણથી પોતાનાં કાર્યો પર વિચાર કરવાનું વિશાળ ક્ષેત્ર કબજામાં આવે છે. આપણે આખો દિવસ અસ્તવ્યસ્ત કામ કરી રાત્રીએ એકદમ સુઈ જઈએ છીએ. સુવું, ખાવું, પીવું, પહેરવું, મજશેખ કરે અને માત આવે ત્યારે મરી જવું, એ જ જીંદગીનું સામાન્ય ચક થઈ ગયું છે. આ દરેક કાર્યોથી આત્મિક બળને