________________
આત્મમથન
૧૧૯
કાંઇક વિચારણા ચાલતી હતી ત્યાં એક મિત્ર આવી પહોંચ્યા અને આજની વિચારધારા અત્રે અટકી.
મિત્રને ટૂંકી વાતચીતમાં પતાવી દઈ યુવક ખગલામાં ગયા. એક મેટા આલિશાન હાલની આજીમાં નાના ઓરડામાં પલંગ પડયા હતા. સામેની ખરીમાંથી ચંદ્રના પ્રકાશ પૂર શાંતિમાં આખા બગીચા પર પડી રહ્યો હતા. નાના એરડાને ચાગ્ય ગૃહોપસ્કરણા હતાં, પણ અત્યારે આ સાધનસંપન્ન મુમુક્ષુનું ચિત્ત કોઈ વાતમાં પરોવાતુ ન હતું. વીજળી ( ઇલેકટ્રીક)ના સ્વીચ બંધ કરી એણે બારીની બહાર નજર કરી. ખાલી આંખે ચેાતરફ જોઈ એણે પલંગની મચ્છરદાની ઊંચી કરી અને સૂતા સૂતા વિચારમાં લીન થયા.
પોતાનું આખું જીવન ચિત્રપટ પેઠે નજરસન્મુખ ચાલી ગયું, પોતાનાં સાધના નજરમાં આવી ગયાં, પેતાની અનુકૂળતાએ સામે તરવરી રહી, પોતાના મનેાવિકારા હૃદયમાંથી અહાર નીકળતા દેખાયા, માન અને માયાએ પોતાને કેટલા મૂઝળ્યા છે એના ખ્યાલ આવ્યા. આમ “ આત્મમંથન ” કરતાં અને વિચાર આવ્યા. કે આ સર્વના ઈંડા ક્યાં ? આમ ને આમ ક્યાં સુધી ચલાવવું ? શાને માટે? કોને માટે માયામાં એને આત્મવચન લાગ્યું અને માન તા તદ્દન અસ્થિર જ દેખાયુ. માન આપનારમાંના કેટલાકનાં સ્વાર્થ અને કેટલાકની નિળતા એણે જોઈ, વિચારી; પરંતુ જીવનની અલ્પતા અને વિશ્વસત્ત્વાની અનંતતા પાસે એમાં કંઈ ક્રમ જણાયે નહિ, એમાં એને રસ જ પડયે નહિં. આ પ્રમાણે ચાલવા દેવામાં આવે તે તેા છેડા અતિ દૂર ને દૂર જતા જણાયા અને જેમ જેમ લાંબે જુએ તેમ