________________
૧૧૮
સાધ્યને માગે અને તે માટે શાન્ત વાતાવરણની ઘણું જરૂર છે અને અવકાશ લઈને જે પોતે નિરંતર આત્મનિરીક્ષણ કરવાનું રાખે અને ખાસ કરીને પોતે કેણ ક્યાંથી આવ્યા? પિતાનું શું છે? અને પરભાવમાં કેમ પડી ગયે? એ પર જે બરાબર વિચારણું નિખાલસ રીતે પિતે કર્યા કરે તે ખોટા દેખાવ કરવાની કે ઉન્માદમાં તણાઈ જવાની અતઃપર્યન્તની પરિસ્થિતિ પર પેતે જાતે જ મોટો તફાવત નીપજાવી શકશે. અવ્યવસ્થિત વિચાર કરવાથી, સંસારના મનોવિકારેને તથાસ્વરૂપે ઓળખેલા ન હોવાથી, મનોવિકારનું અંતર ગુપ્ત સ્વરૂપ સમજેલ ન હોવાથી પિતે એકંદરે ઘણું બધું છે, દુનિયાની નજરમાં પિતે ગમે તેટલે ભાગ્યશાળી કે કરમી ગણાય, પણ એમાં કંઈ વળશે નહિ, એ બાહ્ય દશામાં ઉપર ઉપરના ધાંધલમાં
તે ઘણું ગુમાવ્યું, સમજ્યા વગર શક્તિનો નિરર્થક વ્યય કર્યો અને અનંતતા, ગંભિરતા કે સહાર્દતાના ઊંડાણમાં કદી ઊતરી શક્યો નહિ.
એ દેહાત્મભાવના ભાન સાથે અંતરદશા જાગી અને એક નિર્ણય થયે કે આત્મવિચારણા-ચિર આત્મનિરીક્ષણ વગર કાંઈ વળે તેમ નથી. ઉપર ઉપરના ભાવની વિચારણામાં કે અમુક કૃત્ય સમાજમાં કયું સ્થાન લેશે? અથવા પિતાના સંબંધીઓ તેને માટે શું ધારશે? એના નિરાકરણમાં પોતે પિતાની જાતને જ વિસરી ગયા છે. ખાસ ઊંડાણથી આત્મનિરીક્ષણની જરૂર છે, અને તેને માટે શાંત વાતાવરણ અને શાંતિવાળા સમયની જરૂર છે. એ ઉપરાંત અંતર આત્મતત્વનો સાક્ષાત્કાર કરવા માટે બીજા કયાં સાધને મેળવવાની જરૂર છે એને પણ એણે વિચાર કરે ધાર્યો અને તે સંબંધી