________________
૨૦.
સાબને માણે કરતું હોય એમ દશા અનુભવતાં નીચેનું ગાન સ્વતઃ નીકળી પડયું. “ તાર હે તાર પ્રભુ મુજ સેવક ભણી,
જગતમાં એટલું સુજસ લીજે.” આ વાકય ઘણુવાર બેલાયું, એના રાગમાં લીનતા.. થઈ ગઈ, પ્રભાતને રાગ હોવા છતાં અત્યારે શાંત સૃષ્ટિમાં . જાણે પ્રભાતની શાંતિ પ્રસરી રહી હોય તેમ બરાબર રાગને લય ચાલ્ય, પદની પુનરાવૃત્તિ વારંવાર થવા.. લાગી અને જાણે પરમાત્માના શાંત મહા શરીર તરફ જોઈ પિતાની અલ્પતાને અનુભવતું ગાન પ્રભુ પાસે . માગણી કરતું હોય, પ્રભુમય થવા યત્ન કરતું હોય, પ્રભુ દ્વારા યાચના કરતું હોય અને પ્રભુને વિનવતું હોય તેમ વારંવાર
તાર હો તાર પ્રભુ”ની આંતર ગર્જના કરવા લાગ્યું, પ્રભુને . વિનવવા લાગ્યું, પ્રભુને સમજાવવા લાગ્યું, અને પ્રભુને પશે. પડવા લાગ્યું. એ ગાન શરૂ થયા પછી અનેક વાર બેલાયું, વિચારાયું અને પ્રભુને ઉદ્દેશાયું. ગાનના સામાન્ય નિયમ પ્રમાણે પછી તેમાં લીનતા થતી ચાલી, તેમાં એકાગ્રતા વધી અને સન્મુખ સ્થિત વીર પરમાત્માને અને અલ્પ જીવનને. જાણે કે એક્તા, કોઈ સામાન્ય ભાવ, કેઈ અપૂર્વ સંબંધ હોય એમ અનુભવાતાં એ લય બંધ થઈ ગયા અને ગિરૂઆ રે ! ગુણ તમ તણું, શ્રી વર્ધમાન જિનરાયા રે” એ બહુ પ્રચલિત સ્તવનાને નાદ જામી ગયે, પુનરૂાર વગર આખું સ્તવન હદયમાંથી નીકળી ગયું અને તેમાં જ્યારે “તુમ ગુણગણુ ગંગાજળે, હું ઝીલીને નિર્મળ થાઉં રે” એ વચન નીકળ્યાં ત્યારે પરમાત્મા.