________________
જળમંદિરમાં સાત્વિક કલેલ ગુણનો વરસાદ વરસાવતા હોય, એ વરસાદના અમૃતજળમાં આ લઘુ સૂક્ષ્મ શરીર સ્નાન કરી પવિત્ર થતું હોય અને એ વરસાદ પડવે જારી હોય અને જારી રહેશે એવી ભાવના થતાં આખરે તુ ગતિ તું મતિ આશરે,
| તું અવલંબન મુજ પ્યારે, રે.
એ વાક્ય બોલતાં આ શરીર સામે ઉભેલા પરમાત્માને " નમી પડયું, પગે પડ્યું, તેની સાથે થઈ ગયું, તેને સ્પર્શ
કરી ગયું અને પ્રભુ સર્વસ્વ એવો ભાવ બરાબર અનુભવવા લાગ્યું. “તું ગતિ અને તું મતિ, તું આશ્રય અને તું અવલંબન!” એ ચારે શબ્દોના ભણકારા હજુ પણ વિસરાતા નથી, પ્રભુને સર્વ સમર્પણ કરી પ્રભુમાં જ મતિ રાખવાની અને પ્રભુને સર્વસ્વ માની લેવાની ઉન્નત દશાને અનુભવ કરતાં આખરે ગાને ત્યાં વિરચ્યું, પ્રભુશરીર ઉપર ચડવા ઈચ્છતું જોવાયું, મન તેના તરફ જવા અને તે મચ થવા આકર્ષતું જણાયું; આખરે ચંદ્રજ્યોનામાં તે મહાશરીર મળી ગયું.
આંખ ઉઘડી ગઈ! સામે શાંત સરેવર છે, માછલીઓ કાંઈક અવાજ પાણીમાં અવાર નવાર કરે છે, બે મિત્રો બાજુએ બેઠા છે, આ અસલ સ્થિતિ પાછી જોવામાં આવી. વીર પરમાત્માને દેહ વિસરાળ થઈ ગયે, પણ “તુ ગતિ નું મતિ આશરે, તું અવલંબન મુજ યારે રે ગાન તો ચાલું જ રહ્યું. જાણે અલ્પ સમયમાં જીવન અદ્ભુત દશાને સાક્ષાત્કાર કરી આવ્યું હોય, તેણે પરમાત્માને પ્રત્યક્ષ જોયા હોય અને સંસારભાવથી તે દૂર થએલ હાય એવી દશા