________________
: રર
સાધ્યને માગે અનુભવી. પાછા જળ અને મંદિર તરફ નજર ગઈ, બને મિત્રોને જોયા અને તેઓની સાથે ધર્મચર્ચા ચાલુ થઈ, લગભગ - અર્ધા કલાક ધર્મચર્ચા કરી બાર વાગ્યાના સુમારે મકાન તરફ પાછા ફર્યા.
પ્રભુગુણથી આકર્ષાઈ ત્યાં આવનારની સગવડ જાળવવા પુણ્યાત્મા પ્રાણીઓએ ધર્મશાળાની સગવડ અને વ્યવસ્થા બહુ સુંદર કરી છે. ત્યાં સુવાની તૈયારી નેકરે કરી રાખી હતી, પથારીમાં પડતાં ઉંઘ આવી ઉંઘમાં પણું વીરપરમાત્માનું ઉન્નત શરિર, શાંત સમયની ચંદ્રિકા અને સુરમ્ય પૃથ્વી તેમજ ગુણગંગાજળને વરસાદ પાછો વરસવા લાગ્ય, અર્ધજાગૃત નિદ્રિત અવસ્થામાં વીર પરમાત્માના જીવનના અનેક પ્રસંગે તે પસાર થવા લાગ્યા, વીરશરીર પર અપૂર્વ ભાવ થયો, લઘુ
શરીર દૂરથી તેમનાં દર્શન કરવા લાગ્યું, તેમને સ્પર્શ - કરવામાં પવિત્ર વસ્તુને મેલા હાથ અડાડતાં જે ખંચાણ ' થાય છે તે સ્થિતિ અનુભવતાં આખરે નિદ્રા આવી ગઈ.
માનસિક અને સ્થળ દેહે તદ્દન સ્વસ્થ બની પ્રભાતમાં ઉઠતાં વીરસ્તેત્રની ઘોષણા ચાલી. એક બે સુંદર પ્રભાતના રાગેને નાદ અંતરમાંથી નીકળી ગયે.
વ્યવહાર નિત્યકર્મથી પરવારી સ્નાન કરી શ્રી વીર કે પરમાત્માના નિર્વાણ સ્થાનના દર્શનનો લાભ લીધે. આ
સ્થાન ધર્મશાળાની મધ્યમાં આવેલ છે, સુંદર પ્રાસાદથી રમ્ય બનાવેલ છે, ચિત્રવિચિત્ર કેરણીથી કૃત્રિમ બનાવેલ છે અને આકર્ષક આરસથી સ્થળ નજરને શાંતિ આપનાર છે. ત્યાં રહેલ પ્રાચિન પાદુકાની સેવા કરી જળમંદિર તરફ ચાલ્યા. રાત્રિ કરતાં કાંઈક તદ્દન નવીન જ દેખાવ નજરે