SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ સાધ્યને માગે કાંઈ વિચાર કરવામાં આવતો નથી. અસાધારણ વ્યાખ્યાન કરનાર સંતપુરુષના હાથ કે પગ કેમ ચાલતા હતા તેની ટીકાથી માંડી, એનાં કપડાંને પણ છોડશે નહિ અને એનાં અતિ ઊંડા વકતવ્યના વિષયને એક અંશ પણ નહિ સમજે હોય, છતાં એના ઉપર અભિપ્રાય આપવા એ મંડી જશે. કળાનું વિજ્ઞાન એક અંશ માત્ર પણ પિતામાં નહિ હોય, છતાં મેટાં ચિત્રકારનાં ચિત્ર પર એ ટીકા કરવા લાગશે અને યુરેપની ગેલેરીનાં ચિત્રોની કિમત લાખ રૂપિયા થાય છે એમ જાણશે ત્યારે કાં તે તે વાતને વાહિચાત કહેશે અથવા મૂલ્ય આપનારને મૂખની કટિમાં મૂકશે. | દરરોજના અનુભવનો વિષય છે કે જ્યારે કેઈ અન્યની વાત કરવા બેસે છે અથવા આપણે તેમ કરવા લાગી જઈએ છીએ ત્યારે અભિપ્રાય આપવાની પોતાની ચેગ્યતા, અધિકાર, અભ્યાસ કે આવડતને વિચાર કરતા નથી. પછી આપણે મહાત્માજીના એક છૂટા છવાયા કામ પર કટાક્ષ પણ કરવા મંડી જઈએ અને પંડિત માલવિયાજીને નરમ શબ્દમાં સંબોધીએ એ તે જાણે મેટા પુરુષની વાત થઈ, પણ આપણા સંબંધી કે મિત્રોની વાત કરીએ તે પણ આપણું સર્વજ્ઞત્વ, સર્વગુણપણે આપણા મગજ પર તરવરતું જ રહે છે. આપણે નિંદા કરવામાં પાછીપાની ન કરીએ અને અભિપ્રાય આપવામાં વિચાર સરખે પણ ન કરીએ–એ દરરેજના અનુભવ અને અવકનને વિષય છે. બહુ વિચારણય વાત તો એ છે કે એ સર્વ પ્રસંગમાં આપણે કયાં ઊભા છીએ અને આપણામાં શા ગુણે અવગુણ છે તેને વિચાર સરખે પણ નથી કરતા. ઘણીવાર
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy