________________
પરિણતિની નિર્મળતા
૧૦૭
નહિં માનનારા પણ આટલે વ્યવહાર તે કબ્ય માને છે. ત્યારપછી ક્રોધ, માન, માયા, લાભ વિગેરે પર અને તેટલા અંકુશ લાવવામાં આવે, આ જીવનમાં પેાતાની ખરી ચીજ કઈ છે અને પારકી કઇ છે એ સમજવામાં આવે અને અંતરગ ષ્ટિએ જીવનક્રમ ઘડવા અને વિકારા પર કેાઇ પણ રીતે અંકુશ લાવવા પ્રમળ ભાવના અને દૃઢ નિર્ણય થાય તેા પછી ચારિત્રબંધારણ એવા પ્રકારનુ થઈ જાય છે કે એ જીવનમાં તુચ્છ વિચારો કે અસ્પષ્ટ ખ્યાલા આવતા નથી. તુચ્છ વ્યાધિ કે ભ્રમિત મન થાય છે તે સર્વ અધમ વર્તનનાં પરિણામ છે. એ પ્રમાણે એક વાર માર્ગની સરળતા થઈ, એટલે પરિણતિની નિર્મળતા થશે અને જેમ જેમ પરિણતિ વધારે નિર્મળ થશે તેમ તેમ આગળ પ્રગતિ થશે, મન પર અંકુશ આવશે, બુદ્ધિશક્તિમાં વધારે વિવેક આવશે અને જે મુશ્કેલી શરૂઆતમાં ઉત્પન્ન થઈ હતી તેના નિકાલ થઈ જશે.
આખી વાતના સાર એ થયા કે જો મનની સ્થિરતા કરવી હોય તો તે માટે વનની વિશુદ્ધિ ઉપર ધ્યાન આપવુ, વર્તનની વિશુદ્ધિ થવા માટે હૃદયબળ મજબૂત કરવુ, હૃદયબળ મજબૂત કરવા પરિણતિ જેમ અને તેમ નિર્મળ રાખવી અને પરિણતિની નિર્મળતા માટે ચારિત્રબંધારણના મૂળ મુદ્દાઓ ઉપર ખાસ લક્ષ્ય રાખવુ, મનેવિકારોને ખરાખર એળખવા, એના પ્રષ્ટ અને ગુપ્ત આવિર્ભાવાના અભ્યાસ કરવા અને એમ ચારિત્રમાં પ્રગતિ કરતાં જતાં મનનું દુરારાધ્યપણું આછું અને કમજોર થતું જતું દેખાશે અને છેવટે એના પર વધારે વધારે અકુશ આવતાં છેવટે પૂર્ણ અંકુશ આવી જશે.