________________
૧૦૮
સાધ્યને માગે
પરિણતિની નિર્મળતા ચારિત્રના વિષય હોઇ, પ્રયાસથી પાતાની કરી શકાય છે. શરૂઆતમાં તેમાં મુશ્કેલી તેા જરૂર લાગે, પણ અભ્યાસથી એ સુશક્ય છે અને એની છાયા મનની રખડપાટી ઉપર સીધી રીતે પડી શકે છે. યાગમાં પ્રગતિ કરવા માટે પરિણતિની નિર્મળતા બહુ અગત્યનું સ્થાન લાગવે છે અને એનુ સ્થાન એટલું બધુ મહત્ત્વનું છે કે એક યાગીએ વાતચીત કરતાં જૈન શાસ્ત્રના વિચાર કરવાને અંગે તેના સાર જણાવતાં એક વખત કહ્યું હતું કે આખા જૈન શાસ્ત્રના નૈતિક ( Ethical ) નજરે સાર એ વાક્યમાં આવે છે;
સ્વપરનું વિવેચન કરા
અને
પરિણતિની નિ`ળતા કરો.
સ્વ અને પરના ભેદ સમજી વિચારી સ્વના આદર થાય અને પરિણતિની નિર્મળતા થતી રહે તેા આ જીવનયાત્રા સફળ છે, કૃતકૃત્યા છે, સારું પરિણામ નિપજાવનારી છે, ભવના ફેરા મટાડનારી છે અને ઇપ્સિત સ્થાનકે લઈ જનારી છે.
પરિણતિની નિર્મળતાને અનુભવજ્ઞાન સાથે બહુ નજીકના સંબંધ છે, તે ખાસ વિચારવા ચેાગ્ય છે. આવી રીતે મન-બુદ્ધિ પર પરિણતિના અંકુશ રહે છે, અને તે જ પરિતિ અનુભવજ્ઞાન ઉત્પન્ન કરે છે, જે યાગપ્રગતિને પરમ આત્મા છે. આ પ્રસંગ બહુ આકર્ષક છે, વિચારીને સમજમાં ઊતારવા જેવા છે.
૭. ૧. પ્ર. પુ. ૪૧. પૃ. ૨૯૩-૩૧૬
}
સ' ૧૯૮૧-૨