________________
આત્મસ થન [ ૧૦ ] આજે તે વિચારમાં ખૂબ આગળ ચાલ્યા ગયા. પડખે વહન કરતી નદીને શ્વેત પ્રદેશ, તેની પડખે અને માજીની રેતાળ જમીન અને એક કાંઠા પર આવેલ વિશાળ વડવૃક્ષની નીચે વિચારધારા શરૂ થઈ અને આગળ વધતી ચાલી. ચારે તરફનુ સૃષ્ટિસાંદર્ય, પડખેની લીલી વનરાજી, સમીપવતી નદીમાંથી પ્રતિબિંખિત થતા સૂર્યપ્રકાશ—એ કોઈના તરફ ખ્યાલ રહ્યો નહિ. કેટલેક દૂર ખેતરોમાંથી નીકળતા મનુષ્યાની વાતચીતના અવાજ અને પક્ષીને દૂર કરવાના પડકારા સિવાય એ કુદરતની અખંડ શાંતિના ભંગ કરનાર કાઇ નહાતું. અખંડ શાંતિ અને સુમધુર પમરાટની વચ્ચે આ વિચારધારા કાળ અને દિશાના માપ વગર ચાલી, આગળ વધી, નિર’કુશ
મની ગઈ.
,
વિચારણામાં વિચારો કાંઇક સ્ફુટ અને કાંઇક અસ્ફુટ હતા. સંસારની અનેક પ્રકારની વાવાઝડીમાં અટવાઇ ગયેલા આ પ્રાણીને પ્રથમ પેાતાનું સ્થાન શેાલતુ લાગ્યું, પોતે ધંધામાં વ્યવસ્થિત દેખાયા, સારા પેદા કરનાર જણાયા, દુનિયાની નજરે ‘ કરમી ' લાગ્યા, એકથી વધારે સંસ્થાના સંચાલક તરીકે પેાતાનુ સન્માન થતું અનુભવ્યું, સભામડપમાં મળતાં અગ્રસ્થાન એના સ્મરણપથમાં આવી ગયા, દુનિયાના અનેક અનુભવા એના સપાટાભેર કામ કરતા મસ્તકના ઉપર પસાર થઇ ગયા અને પાતે કાંઇ છે, કાંઇ કરી શક્યા છે, એવા ખ્યાલ કરતા હતા તેવામાં