________________
૧૦૬
સાધ્યને માગે આવી, આત્મનિરીક્ષણને અભ્યાસ આબે અને પ્રત્યેક કાર્યનું જીવન અને વિકાસ સાથે સમાનાધિકરણ થયું એટલે મનની ચંચળતા તક્ત જવા જેવી સ્થિતિએ આવી ગઈએમ ચેસ લાગે છે અને કદી સહજ ચપળતા હોય તે તે થોડા વખતમાં જરૂર દૂર થઈ જવાની છે એમ નિ:સંદેહ લાગે છે.
બરાબર વિચારણા કરતાં જણાય છે કે મને ગમે તેટલું પણું આખરે પદ્ગલિક છે અને વર્તનની આખી બાબતને સંબંધ આત્મા સાથે છે અને આત્મા અને પુદ્દગળ ને લડાઈ થાય ત્યારે આત્મા જે એના મૂળ સ્વરૂપસમુખ હોય તે જરૂર આત્માને જ વિજય મળે, એટલે આપણને જે ગૂંચ શરૂઆતમાં જણાઈ તેમાંથી આરપાર નીકળવાને એક જ માર્ગ જણાય છે કે આપણી પરિણતિ–આપણી આંતરદશા નિર્મળ કરવી, આપણું વાતાવરણ વિશુદ્ધ કરવું અને આપણું વર્તન તદન સુસ્પષ્ટ, પ્રમાણિક, દંભ કે કલેશ વગરનું-ક્રોધ, માન, માયા, લેભ વિગેરે સર્વ આંતર વિકાર વગરનું કરવું અથવા તેવા પ્રકારનું કરવાને અભ્યાસ પાડે, લાલચના ગમે તેવા આકરા પ્રસંગે આવે ત્યારે સાધ્ય લક્ષ્યમાં રાખી લાલચને લાત મારવાને અભ્યાસ પાડે અને જેમ બને તેમ પિતાના કાર્ય પર પિતાનું સામ્રાજ્ય સ્થપાય તેમ કરવું. આ કાર્ય પત્ર પર લખી શકાય તેટલું સહેલું નથી અને તે સહેલું નથી તેથી જ ખાસ ર્તવ્ય છે.
આપણે જીવનવ્યવહાર એ ઘડી શકીએ કે આપણામાં અસત્ય, અપ્રમાણિકપણું, દંભ, નીચ સ્વાર્થસાધના આદિ વ્યવહારુ દુર્ગણોને અભાવ થાય. આ તે તદ્દન સાદી વાત થઈ. પ્રગતિના માર્ગમાં નહિ વધવાવાળા અથવા પરભવ