________________
પરિણતિની નિળતા
૧૦૫
વિષય છે, જ્ઞાનના વિષય છે, બુદ્ધિ એ એની છાયા છે અથવા મનનું વિચાર રૂપે આવિર્ભાવ પામતું પ્રગટ સ્વરૂપ છે. આ સર્વ જ્ઞાનના વિષય છે.
બીજી બાજુએ ચારિત્ર (વન) એ હૃદયના વિષય છે. માર્ગાનુસારીપણાથી ભાવસાધુપણા સુધીનાં સર્વ લક્ષણ્ણા તપાસીએ અથવા સમિતિના સડસઠ ગુણો તપાસીએ તે તેમાંના અમુક દુન્યવી બાહ્ય ગુણોને બાદ કરતાં બાકી સર્વ ચારિત્રના વિષય છે. ચારિત્રના સબંધ માહનીય કર્મ સાથે વધારે રહેલા છે. એના પર માર્ગદર્શક પ્રકાશ પડે છે તે સર્વ અંતરમાંથી ઉદ્દભવે છે અને એથી પ્રકાશ પાડવાના રસ્તા સૂઝી શકે છે. એવા નિર્મળ ચારિત્રથી જ્યારે આખુ જીવન વિશુદ્ધ થઈ જાય ત્યારે સદ્દગુણ એ ચાલુ પ્રથા કે પંથ (મા) અને છે અને અવગુણો ઉપર આડા હાથ દેવાય છે. ધીમે ધીમે ટેવ પાડવાથી આ વિશુદ્ધ ચારિત્રના ગુણો એટલા સુંદર રીતે ગે!ઠવાઈ જાય છે કે એ મન પર ખરાખર અંકુશ રાખી શકે છે અને આખા જીવનને વિશુદ્ધ, સરળ અને આદર્શમય બનાવે છે.
આ આખી વાર્તા બહુ સરળ છે. મન પર અકુશ રાખવાના અને તેથી અમુક વલણ આપવાના માર્ગ ચારિત્ર જ છે. આપણું જીવન એવા પ્રકારનું બનાવી દેવું જોઈએ કે મન ગમે તેટલા ફાંફા મારે પણ એને અવકાશ મળે જ નહિ અને એક વાર જીવન વિશુદ્ધ થઇ જાય એટલે પછી મન દોડાદોડ કરતું સ્વાભાવિક રીતે અટકી જાય છે.
મનની ચંચળતા હમેશાં ચારિત્રની અસ્થિરતા સાથે જ હોય છે. જ્યાં વનની એકતા આવી, સદ્દગુણુમાં રમણતા