________________
જિનેંદ્રપૂજા બહ અસ્થિર છે. એક બાબત ઉપર પાંચ મિનિટ સ્થિર ચિત્તે વિચાર કરવાનું સેંપવામાં આવે તો આપણે જરા પણ સ્થિરતા રાખી શકીએ નહિ; એટલે કે પાંચ મિનિટ સુધી બીજી બહારની કોઈ પણ બાબત ઉપર લક્ષ્ય પણ ન આપીએ અને આપેલી બાબત ઉપર તદ્દન એકાગ્રતાથી વિચાર કરીએ એ બનવું બહુ મુશ્કેલ છે. આવી માનસિક અસ્થિરતા હોવાથી તેને સ્થિર કરવાનું કારણું કાંઈ પણ જોઈએ. દાખલા તરીકે નાટકના તખ્તા પર એક માણસ બધી વાર્તા સુંદર શબ્દોમાં કહી જાય, તો તેથી આપણને જરા પણ અસર થશે નહિ, પરંતુ પાત્રો જ્યારે રૂપે તે આપણું સન્મુખ રજૂ કરે, ત્યારે અમુક વિષય ઉપર બેચાર કલાક સુધી એકાગ્રતાથી ધ્યાન આપવું હોય તે પણ આપી શકીએ છીએ. આવી જ રીતે પરમાત્માના આઠ ગુણનું કીર્તન, અર્હતના બાર ગુણ અથવા પ્રાતિહાર્યા વિગેરે અતિશનું ચિત્તાકર્ષક વર્ણન આપવામાં આવે અથવા કલ્પના કરવામાં આવે, પણ શાન્તમૂર્તિ પરમાત્માનું પ્રતિબિંબ જોઈને હૃદય પર જે અસર થાય છે તેવી અસર Abstract (ભાવના) થી થતી નથી. મનુષ્યસ્વભાવ અને મનના અવલોકન કરનારાઓ, જોઈ શકે છે કે મનુષ્યના મનની આ નબળી બાજુ છે; પરંતુ મને બળ અને શરીરબળ જે છે તે જ છે અને સંઘયણની નબળાઈમાં વધારો થતો જાય છે અને બળવત્તર સંઘયણ થવાનો સંભવ ઓછો થતો જાય છે, તેથી મનને અને શરીરને જોડી દેનાર, બ્રાહ્યદૃષ્ટિ ભૂલાવનાર, એકાગ્રતા કરાવનાર અને વચનાતિકાંત આનં