________________
સાધ્યને માથે
An idol is an image which shows symbolically some attributes or group of attributes of the supreme.
પરમાત્માના કેટલાક ગુણને અથવા ગુણસમૂહને દશ્યરૂપે બતાવે તે મૂર્તિ. પરમાત્માના ગુણો જેવાનું બને જ નહિ, પણ જેને જેવાથી દશ્યમાનરૂપે પરમાત્માના ગુણ નજરમાં આવે, તે તરફ ધ્યાન ખેંચાય, સ્વાભાવિક રીતે તે પર ઈહા થાયએજ મૂર્તિ. આવા પ્રકારની મૂર્તિને જેવાથી અને વાંદવાથી શે લાભ થાય તે હવે જોઈએ. જ એ તે પ્રસિદ્ધ વાત છે કે આપણું મન સંજોગને વશ હિંમેશા વતે છે. ચાલુ સખ્ત હરિફાઈના જમાનામાં અખંડ પ્રવૃત્તિમાં પડેલા આ જીવને પરમાત્મા કોણ છે? શું છે? કેવા છે? વિગેરે વિચાર કરવાનો અવકાશ મળતો નથી. ધંધાની લેવડદેવડ અને તત્સંબંધી પ્રાસંગિક વિચારમાં આ જીવ સવારથી રાત પર્યત સંચારૂપે જીવન પૂર્ણ કરે છે. કેટલાક નિરુદ્યમી જી તદ્દન પ્રમાદમાં જ જીવન પૂર્ણ કરે છે. આ બન્ને પ્રકારના જેને તે પરમાત્મા સંબંધી વિચાર કરવાને કાંઈ પણ અવકાશ સંભવિત હોય તે તે મંદિરમાં મૂર્તિ સન્મુખ જ છે. ઘણાખરા જીવોને પરમાત્માનું સ્મરણ પણ મૂર્તિપૂજા વગર થઈ શકતું નથી, એ અવલેન ઉપરથી સ્પષ્ટ જણાઈ આવ્યું છે. જેમ જેમ સમય આગળ ચાલતો જાય છે, તેમ તેમ આ બાબતની વિચારણુ અને લક્ષ્ય વિશેષ જરૂર ધરાવનારું થતું જાય છે. આવી સ્થિતિ હોવાથી આપણને પરમાત્મ તત્વ યાદ આપનાર તરીકે પણ મૂર્તિપૂજાની ઉપયોગિતા જણાય છે.
હવે બીજી વાત એ યાદ કરવાની છે કે આપણું મન