________________
સમેતશિખરને માગે વિચારવા જેવું છે, ઘણું સમજવા જેવું છે. આપણું શરીર સામે જોઈને, શરીરની અંદર જોઈને, હદય-મગજની પરીક્ષા કરીને શુદ્ધ રસ પીવા લાયક છે.”
સુમુક્ષ:– ત્યારે સર્વ પ્રાણીઓ ડહાપણથી દેરાય છે એમ તો ન જ કહી શકાયને?”
પંથી–નહિજ ! ઘણા પ્રાણીઓ રાગ દ્વેષકે મેહની અસર તળે તદ્દન મૂર્ખાઈ ભરેલાં કાર્યો કરે છે, આત્માને પાછા હઠાડનાર માર્ગે આદરે છે અને બાળ જવાને વર્તન કરે છે. એમાં શુદ્ધ સાધ્યને માર્ગે માત્ર સાધ્યપ્રાપ્તિના એકજ અંતિમ સાધ્યથી, મન કે મેહની ગણના કર્યા વગર કાર્ય અંક્તિ કરનારા તે વીરલા જ નીકળે છે અને આ માર્ગ વીરલાઓ માટેજ છે, શરવીરો માટેજ છે. નરકમાં ખદબદ કરતા, ઝેરમાં લહેર માનનારા, વિષ્ટામાં લપટાઈ રહેલા માટે આ માર્ગ નથી. વરને માર્ગ વીરે માટે જ છે.” | મુમુક્ષુ:–“તમે વાત કરતાં પાછા અલંકારિક શબ્દમાં ઊતરી જાઓ છે, ઝનૂનમાં આવી જાઓ છે. આપણે શાંત રીતે ચર્ચા કરવાની છે. મારે તમારી પાસેથી ઘણું વિચાર ચર્ચા દ્વારા જાણવા છે, સ્પષ્ટ કરવા છે. આપ આપણું
વ્યવહારુ ભાષામાં જ વાત ચલાવવા કૃપા કરશે. આ ચલનના વિષયમાં મને બહુ મજા આવી છે. આપણે આવતી કાલે ગિરિરાજની યાત્રા કરશું ત્યારે ડારવીનને વિકાસવાદ ( Theory of Evolution ) અને તમે કહેલા ચલનસ્થિરતા અને સેવનમાં શું તફાવત છે અને સંસારરસિકતા અને સાધ્યલક્ષ્યમાં કેટલે અંતર રહે છે તે પર વિચાર કરશું. આપ જરા સર્વથી છૂટા પડી મારી સાથે ચાલશો?