________________
ત
કન
/
/
\
૩રર
- સાધ્યને માગે : પથી:–“મેં અલંકારિક ભાષામાં વાત ન કરવા નિર્ણય જ રાખે છે. છેલ્લા બે ચાર વાગ્યે કહાં તે સ્પષ્ટાર્થ વાળાં છે, છતાં તમે ચેતવણી આપી તે બહુ ઠીક કર્યું. આવા તત્વચિંતવનના વિચારે અલંકારમાં ઊતારી દેતાં ઘણી વાર નકામી અવ્યવસ્થા અથવા અસ્તવ્યસ્તતા થઈ જાય છે, અથવા ખોટા વાદવિવાદ ઉત્પન્ન થાય છે. દષ્ટાન્તની તો જરૂર પડશે જ, દાખલા તરીકે મારે આજે એજીન-સ્ટીમબ્રેક વિગેરેની વાત કરવી પડી હતી, પણ ભાષા સાદી રાખવા પ્રયત્ન કરવાની જરૂર છે અને ચીવટ રાખવાથી તેમ થઈ પણ શકે છે. આપે ડારવીનના સિદ્ધાન્તને આગળ કરી જે વાત શરૂ કરી તે બહુ સુંદર છે. આપણે અનુકૂળતા પ્રમાણે કાલે તે વિષય પર વાત કરશું અને આ આત્મચલનના વિષય પર તમારી સાથે વાત કરતાં મને પણ ઘણું જાણવાનું મળશે. આપણી સાથે જે ચર્ચામાં રસ લઈ શકે તેનેજ સાથે લેશું અથવા આપણે જૂદા જ ચાલશું. આ ભૂમિની શાંતિ આપણને ઘણે આનંદ આપે છે, મગજને પ્રફુલ્લિત બનાવે છે અને કેટલીક અંતરની ગૂંચવણના નિકાલ કરાવી નાખે છે.”
આમ વાત ચાલતી હતી તેટલામાં પછવાડેના યાત્રાળુઓ આવી પહોંચ્યા. એક નાના ગામડાનું પાદર દેખાવા લાગ્યું, શ્રી પાર્શ્વનાથની જયઘોષણા ચારે તરફ થઈ રહી અને ગાડીઓના શબ્દની અંદર તેમજ ચાલનારથી ઊડતી ધૂળની અંદર અમારી વાર્તા શમી ગઈ. અમારે આ સ્થાન પર ખાવાનું હતું, તેથી તેને ચગ્ય તૈયારીઓ ચાલી અને ઉન્નતભાવનાભાવિત જીવે દેહચિંતામાં પડી ગયા. જે. ધ. પ્ર. પુ૩૬. પૃ. ૮૨ } વિ. સં. ૧૯૭૬