________________
૪૪
સાધ્યને મા
કેમ થાય તે સંબંધી વિચારા કરીએ છીએ, કાંઈક અમલ પણુ કરવાની તજવીજ કરીએ છીએ-પણ આ સમાં પોતે કાણુ છે? કયાંના છે? પેાતાના ઇતિહાસ શે! છે? પાતે કેટલા માલનું ભક્ષણ કરી ગયા ? કેટલું પાણી વગેરે પી ગયા? પોતાનાં ન ઉકલતાં ઇતિહાસનાં પાનાં ક્યાં છે? કેમ મળે ? કાને મળે ? ક્યારે મળે ? એ પત્રો ઉઘાડવાના કોઈ દિવસ વિચાર થતા નથી, કોઈ વખત એ ઇતિહાસ વાંચવા વિચારવા ચેાગ્ય છે એવા ખ્યાલ પણ થતા નથી અને એ ઇતિહાસ કેઈ સાંભળવા કહે, સંભળાવે તેા તે તરફ લક્ષ્ય પણ જતું નથી. આખી દુનિયાની બાબતમાં અભિપ્રાય આપવાના દાવા કરનાર પોતાની જાતને વિચાર ન કરે, આખી દુનિયાના ઝગડા ચૂકવવાના યત્ન કરનાર ન્યાયાધિશ પેાતાના આંતર ઝગડાના ઉકેલ પણ ન કરે, આખા જગતની વિચારણા કરનાર પેાતાને માટે જરા પણ તક હાથમાં ન ધરે એ વાત ખાટી લાગે છે, ન બનવા જેવી લાગે છે, છતાં વસ્તુત: એ વાત સાચી છે, ખરેખરી છે, લગભગ આપણા પ્રત્યેકના સંબંધમાં દરરોજ અનતી જોવામાં આવે છે.
આપણામાંના કેટલાક રાજનીતિજ્ઞા હશે, તે રાજ્યના સવાલાના અભ્યાસ કરી સરકારને પ્રશ્નાવળી દ્વારા મુંઝવતા હશે, કાઉન્સીલમાં નવાં નવાં ખીલેા લાવી પ્રજાહિત માટે પ્રયત્ન કરતા હશે, તેઓએ વિચારવું કે કદી પણ આંતર સામ્રાજ્યના સવાલાના અભ્યાસ કર્યો છે? કદી પણ સ્વજીવન નિર્ણય કરવા ધારાધારણ ઘડી કાઢવાનાં બીલ આદર પામ્યા છે ?
આપણામાંના કોઈ મ્યુનિસિપલ ખાખતામાં રસ લેતા હાઈ શહેર સુધરાઈના પ્રશ્નોના અભ્યાસ કરી વખતેા વખત