________________
૧૮
સાધ્યને માગે પ્રભુ જાણે સાક્ષાત્ હાજર હાય, સંગમદેવતા ખિન્ન થઈ ચાલ્યા જતા હાય અને પ્રભુની આંખમાં પાણી આવ્યાં હાય તે દેખાવા નજર સન્મુખ તરવા લાગ્યા. આવા પ્રેમના પાઠાના જવલંત દૃષ્ટાંત મૂકી જનાર પરમાત્માની કેવી અદ્ભુત આત્મદશા હશે એ વિચારે મનને શાંત કરી દીધું. દયાના સરલ સિદ્ધાન્તના ત્યાં અપૂર્વ વિજય થતા અનુભવ્યે અને ઉદારતા અને દાક્ષિણ્યના મહાન્ પ્રસંગ તેમાં જોવામાં આન્યા. શૂલપાણીના ઉપદ્રવો અને ચંડકાશીઆનાં તીવ્ર આક્રમણા મન પર તરવરી રહ્યાં અને પગ પર પાયસ રોંધનાર શેવાળીઆનાં દશ્યા, ખીલા કાનમાંથી કાઢવાના હૃદયને મૂર્છિત બનાવી દે તેવા પ્રસંગેા પસાર થઇ ગયા. પ્રભુની અડગ શાંતિ, ધીરજ અને એકતા મન પર વસી રહી.
સંપૂર્ણ જ્ઞાન થયા પછી ભવ્ય જીવ તરફ ઉપકાર કરવા ગંભીર દેશનાના ધ્વનિ જાણે એ સ્થાનમાં પડી રહ્યા હાય, અષ્ટ મહાપ્રતિહાર્યો અને અતિશયની શૈાભા ત્યાં વિસ્તરી રહી હાય, સમવસરણની Àાલા સામે ખડી હાય, આકાશમાં દુંદુભિ વાગી રહ્યા હાય, અનેક મનુષ્યા અને દેવા ઉપદેશઅમૃતનું પાન કરવા આવી રહેલા હાય અને કર્યું ને પવિત્ર કરી આત્મસન્મુખ થઇ જતા હાય, અહિંસા પ્રતિષ્ઠાપામેલાં સ્થાનમાં તિર્યંચા પણ પેાતાનું વૈર ભૂલી જતાં હાય, સિંહ અને મૃગ, વાઘ અને અકરી પ્રેમના વાતાવરણમાં સાથે ચાલતા હાય, સર્વ ઇતિઉપદ્રવ નાશ થઈ ગયેલા હાય એવા શુદ્ધ પ્રસંગમાં કેવી શાંતિ પ્રસરી હશે ? કેવા આનદથી મને નાચી રહ્યાં હશે ? કેવી ઉર્મિ એ હૃદયમાં ઉછળી રહી હશે ? એ વિચારમાં ને વિચારમાં પ્રભુ જીવનના