________________
૧૭ -
જળમદિરમાં સાત્વિક કલ્લોલ કોઈપણ પ્રકારના દુઃખ ઉપદ્રવ વ્યાધિ કે વિષમતા જીવનમાં હાય જ નહિ, મુક્તિમાર્ગ સરલ અને સીધો હોય, એવી સ્થિતિ અનુભવતાં આંતર વિચારણા ચાલી. આ સ્થાને જ્યારે પ્રભુની સ્વારી નીકળી હશે ત્યારે શોકની છાયા કેવી ફેલાઈ રહી હશે એ દશ્ય હૃદયસમ્મુખ ખડું થયું. એ પછી વીરજીવન આખું હૃદય તટ પર આવવા લાગ્યું. મરીચિના ભવમાં કરેલ અભિમાન પર વિચારણા ચાલી. મનુષ્ય જીવનની તુચ્છતા અને ઉચ્ચતા પર વિચાર આવ્યા. દરેક પ્રાણી અભિમાનમાં કે મસ્ત રહે છે, પિતાની વ્યવહારકુશળતા સામાને સમજાવવાની યુક્તિઓ અને પ્રપંચજાળના ગર્ભમાં રહેલી ભવવાસનાનું ભાન થયું અને ભારતમહારાજના ભક્તિભાવ પર અને શુદ્ધ શાસનરાગ પર પ્રેમ થયે. માતાપિતા તરફ પ્રભુની ભક્તિ, વડિલ બંધુ પર વાત્સલ્ય અને ઘોર ઉપસર્ગ સહન કરવાની પ્રભુની શક્તિ દઢતા અને સમતા પર વિચાર આવ્યું. એમને ગોશાળા તરફ સમભાવ અને વાળ તરફને મનેભાવ હૃદયને આનંદ આપવા લાગ્યા. અનેક ઉપસર્ગ અને પરીષહ કરનાર તરફ તેમની સાત્વિક વૃત્તિ પર ' વિચાર કરતાં હૃદય પર અનિર્વચનીય અસર થઈ આવી. મહા ભયંકર ઉપસર્ગ કરનાર સંગમ જ્યારે હહદયે પાછો ફરે છે ત્યારે પ્રભુને તેના તરફ તિરસ્કાર નથી આવતે પણ પિતાના પ્રસંગમાં આવ્યા છતાં તે જરાએ સુધરી શક્યો નહિ અને ઉો અનંત સંસારમાં પરિભ્રમણ કરશે.” એ વિચારથી આંખમાં પાણી આવી ગયાં, એ વિચારણું કરતાં મનમાં કઈ અદ્ભુત ભાવ આવી ગયે.