________________
૧૬
પપપ
સાધ્યને માગે સુંદર ગાન ચાલ્યું હશે ! ચતુર્મુખે દેશના ધ્વનિ વિસ્તરતે. હશે, ત્યારે કે અનિર્વચનીય આનંદ પ્રસરી રહ્યો હશે ! એવી વાતમાં ગૌતમ ગણધરને પ્રથમ દેશના આપી તે પ્રસંગ ચાલ્યો. તે સ્થાન પણ અહીંથી બે માઈલ નજીકમાં જ છે એમ જણાતાં એ ગોબર ગામની સ્થિતિ પરત્વે વિચાર ચાલ્યો. ઈન્દ્રભૂતિનું અભિમાન અને ભગવાન પાસે શંકાનિવારણને આખો પ્રસંગ યાદ આવતાં હૃદયમાં એક જાતની ઉમિ સર્વને થઈ આવી. ઈન્દ્રભૂતિની પ્રથમ અવસ્થા પર વિચાર કરતાં તેના પર જરા તિરસ્કારની લાગણી થઈ આવી; તેનું અભિમાન અને તેને પિષણ કરવાના માર્ગો તરફ સહજ ખેદ થયે; પરન્તુ તરત અભિમાનને પોષવા પણ જરા અભિમાન દૂર કરીને પ્રભુસ્થાન પર ગમન કરવા તે ઊઠયા તે વાત આવી, ત્યારે મનમાં જરા શાંતિ થઈ અને તેના તરફ માન પેદા થયું. આખરે જ્યારે પરમાત્મા તેને નામ દઈને બોલાવે છે ત્યારે મનમાં આવેલ અભિમાનને પ્રસંગ, શંકાસમાધાનથી પ્રભુ સાથે થયેલ ઐક્ય અને ત્યાર પછી પ્રભુના સેવક બની તેના તરફ રાગ રાખવાની તેમની સાહજિક વૃત્તિ જોતાં જીવનનાં અનેક સૂત્રે ઉકેલાઈ ગયાં. એ પ્રસંગ પર અનેક ચર્ચા ચાલી. વીરપરમાત્માના શ્રાવકે અને શ્રાવિકાઓનાં જીવને વિચારાયાં.
આવી રીતે ચર્ચામાં એક બે કલાક પસાર થયા, ત્યાં ચંદ્ર પૂર જેસમાં પ્રકાશી આકાશના પૂર્વ તરફના અર્ધા માગે આવી ગયે. વાત બંધ પડી. શાંત જળમાં અવારનવાર માછલાનાં હાલવા ચાલવાનો અવાજ આવતું હતું, બાકી સર્વત્ર શાંતિ હતી. આખા વિશ્વમાં શાંતિ ફેલાણી હોય, જાણે