________________
જળમંદિરમાં સાત્વિક કલેલ
૧૫ ત્યારે ધર્મની કેવી સુંદર સ્થિતિ હશે! અનેક રાજાઓ પ્રભુને નમન કરવા આવતા હશે ત્યારે આખી પ્રજામાં ધર્મસામ્રાજ્ય કેવું પ્રવર્તતું હશે! સમવસરણમાં બેસી પ્રભુ દેશના દેતા હશે ત્યારે સહદય પ્રાણીઓના કેવા સુંદર ભાવ થતા હશે! અષ્ટ મહા પ્રાતિહાર્યને નજરે જોઈ લેકને કે ચમત્કાર થતું હશે! કુદરતી વૈર ભૂલાઈ જવાતાં પ્રેમ અને અહિંસાના અચળ સિદ્ધાન્તને વાતાવરણમાં કે અવકાશ મળતો હશે! એ સમયની ખરેખર બલિહારી છે! જે પ્રાણીઓએ એ સ્થિતિ જોઈ હશે અને એથી લાભ પ્રાપ્ત કરી ઉત્ક્રાંતિ વધારી દીધી હશે તેઓ ખરેખર ધન્ય છે! સ્પષ્ટ ગાન હૃદયમાંથી નીકળી ગયું કે –
નિર્મળ ગુણમણિ રેહણ ભૂધરા, | મુનિ મન માનસ હંસ, જિનેશ્વર, ધન્ય તે નગરી, ધન્ય વેળા ઘડી,
માત પિતા કુળ વંશ, જિનેશ્વર.” આવા ઉત્તમ સમયને, એ સમયના માણસોને, એ પરિચયમાં આવનાર ભાગ્યવાને માટે વિચાર આવતાં એ અદ્ભુત સમયની કાંઈક ઝાંખી થવા લાગી. જ્યારે નજીકના પ્રદેશમાં પ્રભુ વિચરતા હશે ત્યારે લેકેને કે સુંદર ભાવ હશે, કેવી વૃત્તિઓ થઈ હશે, પ્રભુગુણની વિશાળતા ચિતરફ કેવી સુગંધ વિસ્તારી રહી હશે, ઋતુની સમશિતષ્ણુતા, ઈતિઉપદ્રવનો નાશ અને સર્વત્ર બાહા આંતર શાંતિના સમયમાં મનને કેટલી સ્થીરતા રહેતી હશે! જ્યારે પ્રભુએ અનેક ભવ્ય અને ઉપદેશ આપે હશે ત્યારે સાંભળનારને કેવી મજા આવી હશે ! અતિ મિષ્ટ સ્વરના શ્રવણમાં કેવું