________________
વિલક્ષણ અનુભવા
૧૫મ
પારા પટપટ પડી જાય છે. કળાની કે પ્રેમની દષ્ટિએ જીવન શુષ્ક થઈ ગયુ છે અને આ ઉપાધિમાંથી નીકળવાના માર્ગ શોધતાં તેમાં વધારે વધારે અટવાતા અને ગુચવાતા જઉં છું. બંગલાના સુંદર ખગીચામાં ફરવાને વખત નથી અને આરામખુરસી પર પડવાની ફુરસદ નથી. જ્ઞાન વધારવા માટે ઘરમાં સારા પુસ્તકસંગ્રહ કર્યો છે તેની ચાવી બે વર્ષથી ખાવાઈ ગઈ છે. ડેઈલી પેપર (દૈનિકપત્ર) થી પ્રાત:સ્મરણ થાય છે અને સૂતાં સુધી ઘંટડીઓ (ફેશનની) વાગ્યા કરે છે. આનું નામ જીવનસુખ કહેવાતુ હાય તા તમે જાણે ! મારા હૃદયમાં શાંતિ, વિચાર કે સ્થિરતાનુ નામ નથી ! ?? આ કબૂલતા મુગ્ધચિત્તે ધ્યાનપૂર્વક સાંભળ્યા કરી. સુખ કયાં છે ? કાને મળે ? કયાંથી મળે? તે ઉપર ત્યારપછી અનેક વિચાર આવ્યા.
*
*
ભલા મારા ઠંડણપાલ
સને ૧૯૧૮ની વાર્તા છે. આજે દશ વર્ષ થયા. એક વખત એક્સિમાં બેઠા હતા ત્યાં એ મિત્રા આવ્યા. એ વચ્ચે નીચેની વાત થઇ, હૃદયમાં એ નોંધાઈ ગઈ છે. એક મિત્ર પાંચસેાના માસિક પગારદાર હતા, ત્રીજો કાપડ બજા– રના મોટા વેપારી હતા.
*
વેપારી:—ભાઇ હમણાં અમારી બજારમાં તા ભારે મજા છે. દરાજ બે હજાર કમાઈ સાંજે ઘેર આવીએ છીએ.’ અમલદાર:—તે કેવી રીતે ??
વેપારી:—દલાલ દુકાને આવી પાંચસેા ગાંસડી વેચી