________________
સાધ્યને માણેક ભળેલી વાર્તા છે. એક અતિ ધનાઢય શેઠની પાસે શેરસટ્ટામાં એક કરોડ રૂપિયા થયા હતા. એ બજારમાં ખરીદવા નીકળે તે બજારમાં તે જેની ખરીદી કરે તે જાતના શેરના દરમાં સો સો રૂપિયા વધી જતા, એ વેચવા નીકળે તે તેને બજાર સારી રીતે બેસી જતો. એ શેર બજારને રાજા હતે.. એણે તદ્દન ગરીબાઈમાંથી સટ્ટો કરીને કરેડ ઉપરાંત રૂપિયા એકઠા કર્યા હતા. એ રોલ્સરોઈસ મેટરમાં ફરતા હતા. એમના વપરાશના બંગલાની માગણી વીશ લાખે થતી હતી. એમણે જાતે કહેલી આ વાર્તા છે અને તદ્દન સાચી છે –
“ભાઈ તમે મને સુખી કહે છે? મહિને સે રૂપિયા કમાતું હતું અને દશ રૂપિયાની ખેલમાં રહી સાંજે મારી પત્ની અને બે પુત્રો સાથે ફરવા જતો હતો અને કોઈ વાર નાટકસિનેમા જેવા જતા હતા ત્યારે જે આનંદ અને સુખ હતાં તેમાંનું અત્યારે કઈ નથી. તે વખતે દરરોજ આઠ ક્લાક શાંતિથી ઊંઘતો હતે, અત્યારે રાત્રિના ત્રણ વાગ્યા સુધી મેટા છત્રીપલંગમાં પાસાં જમણુડાબાં બદલું છું, સ્ત્રીને પ્રદરને વ્યાધિ છે, છોકરાની સાથે વાત કરવાની કુદસદ નથી, એટલે એક વંઠી ગયે છે, અને બીજો મરવા વાંકે જીવે છે ઘરે જઉં ત્યારે શેરની વાતે, રાત્રે અગિયાર વાગ્યા સુધી દલાલેને અવરજવર અને ઉપરાઉપરી ટેલને અને રાત્રમાં શેરની ઉથલપાથલ સાથેની તંદ્રા, લડાઈના ભણકારા અને હરીફ વેપારીની રમતે કઈ દિવસ સ્ત્રી સાથે જમ્યો નથી કે નિરાંતે. વાત પણ કરી નથી. રવિવાર જેવી ચીજ નથી અને સિનેમામાં જવા કુરસદ નથી. પૂજા કરવા પરાણે ચાર મિનિટ બેસું છું ત્યારે શેરની તેજી મંદીના પાસા મનમાં આવે છે અને માળાને