________________
જળમંદિરમાં સાત્વિક કલ્લાલ [૨]
રાષ્ટ્રિય ઉન્નતિના રાજ્યદ્વારી પ્રકરણને અનેક ઠરાવે દ્વારા પરામર્શ કરી, સ્વરાજ્યના ઠરાવ પર પ્રથમ પંક્તિના અનેક વક્તાઓનાં સુભાષિતા શ્રવણ કરી, દેશધર્મની ચર્ચા કરતાં આખરે એ સહમિત્રા અને એક નાકર સાથે લખનૌથી કાનપુર માગે અખતિયારપુર આવી, છેવટે બિહારને સ્ટેશને આવી પહોંચ્યા. આ નવીન વાતાવરણમાં આવતાં ધર્મભાવના જાગ્રત થઈ. ધર્મશાળામાં સામાન મૂકી આ વિશાળ નગરીમાં પગલાં ચાલ્યાં, ત્યારે પૂર્વકાળની આ મહાનગરીની વમાન દશા જોતાં મનમાં ખેદ્ય થયા. જે પાવન વસુંધરામાં પૂર્વકાળના મહાપુરૂષા ચાલ્યા હતા તેની સ્પર્શના કરવાને પ્રસંગ મળ્યે, તે માટે અંત:કરણ હર્ષથી ધડકવા લાગ્યું. વિશાળાનગરીનાં ચૈત્યના દર્શનના લાભ લઇ મનની વૃત્તિ પાવાપુરી જવાને ઉછળી રહી. જે પવિત્ર સ્થાનમાં આસનઉપકારી ચરમ તીર્થંકર શ્રી વીર પરમાત્મા નિર્વાણુ પામ્યા તે સ્થાન કેવું હશે, તેની રમણીયતા કેવી આકર્ષક હશે, તેમાં ગમન કરતાં કેવી હૃદયનિળતા થશે, એ વિચારમાં વાહન પર બેઠા અને ગાડી આગળ વધવા લાગી.
અમારી મડળીએ ત્રણેક માઇલની મુસાફરી કરી નિહ હાય ત્યાં તે સપાટ પ્રદેશમાં દૂર ક્ષિતિજમાં સુંદર વહુનાં દા દેખાવા લાગ્યાં. એ પ્રદેશ પાવાપુરીના રમ્ય વિભાગ
૧ આ વર્ષની નાતાલમાં લેખક-મિત્રો સાથે નેશનલ કાન્ગ્રેસના લખનૌના અધિવેશનમાં ગયેલ. તેને ઉદ્દેશીને આ ઉલ્લેખ છે.