________________
૧૯૬
સાધ્યને માગે અને વસ્તુસ્થિતિના અજ્ઞાનનું પરિણામ છે. એક ઉપવાસ કર્યો હોય તે દશ જણને કહેવાય કે આજે તે માટે ઉપવાસ છે, ત્યારે અંદર શાતિ થાય અને એક મેળાવડામાં સહજ ભાષણ કર્યું હોય, કે હાજરી આપી હોય, તે બીજે દિવસે પ્રભાતમાં દૈનિક પત્રમાં પિતાનું નામ આવ્યું છે કે નહિ એ જેવા જીવ તલપાપડ થઈ રહે તે ત્યાં આત્મિક પ્રગતિ કેવી રીતે થાય? એ દશા જેન હૃદયની હેય નહિ ! એ દશા પ્રગતિમાન આત્માની સંભવે નહિ ! એ દશા ખરા મુમુક્ષુને ઘટે નહિ !
વિશિષ્ટ પદ આરહણની ભાવના થઈ હોય, એને માટે અંદરથી તાલાવેલી લાગેલી હોય, તે આ બાહ્ય ભાવ તજ ઘટે છે, એને દૂર કરે ઘટે છે, એની ઉપેક્ષા કરવી ઘટે છે. આટઆટલા પ્રયત્ન થાય, ત્યાગ થાય, ધમાલ થાય, દેડાદોડી થાય, વખતને વ્યય થાય અને પૈસાને ઉપગ થાય છતાં “ક્યાં ગયા'તા કે કયાંઈ નહિ, (ત્યાંના ત્યાં? એવી દશા થાય એ તે ડહાપણને માર્ગ હોય ? એ તે પ્રેમની ઈચ્છાવાળાની વર્તના હોય, એ તે ચકભ્રમણને છેડો લાવવાના સાચા પ્રયત્નશીલની અંતરદશા હોય ? એનાં તે મારા જ જુદાં હોય, એની અંતરની અભિલાષા જ અનેરી હોય, એની ચારુતા અને ધન્યમન્યતા જ અલગ હોય, એને સંતોષ પરપ્રશંસામાં ન હોય, સ્વાત્મસંતોષમાં જ એને નિર્મળ આનંદ હાય, એની રટના લેકે પણુમાં ન હોય, એને અંદરથી બહુ સારું કર્યું એ ધ્વનિ ઊઠે એના શ્રવણમાં જ દઢ પ્રેમ પ્રીતિ હોય. એ દશા માત્ર વિકજ્ઞાનથી પ્રાપ્તવ્ય છે, અંતરસન્મુખવૃત્તિને આધીન