________________
આત્મમંથન
૧૧૩
નહિ એટલે આટલા અનુકૂળ સંયોગે મળ્યા ત્યારે વિચારમાં પડી ગયે, પણ એક પણ મુદ્દા ઉપર સ્થિર થઈ શો નહિ, એક પણ ખ્યાલ દીર્ધકાળ ચાલ્યા–ટકે નહિ, એક પણ વિચારણને નિર્ણય થઈ શક્યું નહિ.
સંસારમાં ખૂબ માણેલા વ્યવહારકુશળ મહારથીને આવી શાંત સ્નામાં પણ દુનિયામાં અંધકાર પથરાતે દેખાય, ચારે તરફ સમ્ર ધુમસ લાગી હોય અને આંખ જેમ સામેની ચીજ જેવાને પણ અસમર્થ બને તેવી તેની વિચારદશા થઈ આવી. ચંદ્રિકાથી એને શાંતિ ન થઈ, સુંદર અનિલલહરીએ એના મગજને ઠંડક ન કરી, નદીનાં આછાં જળસિકરેએ એની આંતર ચિતાગ્નિ પર જળસિંચન ન કર્યું.
એને મનમાં થયા કર્યું કે પોતે કાંઈક ચૂક છે, પિતાને રસ્તે લે હતું તે કરતાં ઊલટે રસ્તે ઉતરી ગયે છે, માર્ગભ્રષ્ટ થયે છે અને પરિણામે એનું સાધ્ય દૂર દૂર જતું જાય છે. એની નજર પણ હવે તો એટલી પહોંચતી નથી અને એ જેમ જેમ આંખ માંડીને વધારે દર જેતે જાય છે તેમ તેમ ચંદ્ર પણ દૂર દૂર જતો હોય, આછાં ઘેરા વાદળાં વધારે વધારે આવી પડતાં હોય અને ચંદ્રદર્શને લગભગ ઓસરી જતું હોય એમ તેને ભાન થતું ગયું. એના જીવનપટના પ્રસંગો એક પછી એક કલ્પનામાં આવી ચાલ્યા ગયા, ભુંસાઈ જતાં લાગ્યા અને આવી ભ્રમણાત્મક મનેદશામાં એ પિતાના બંગલા તરફ ચાલ્યો. કાંઈ અવ્યક્ત દશા અનુભવી. પણ એ શું હતું? એમાં આંતર રહસ્ય શું હતું? અને એ ભ્રમ હતો કે ભાન હતું? એમાંનું કાંઈ એના સમજવામાં આવ્યું નહિ. નીચે દષ્ટિ રાખી એ શુભ્ર સ્નામાં નદી તરફ