________________
૧૧૪. wwwwwwwwwwwwwwwwwwwww
m ni
સાધ્યને માર્ગ ચાલ્ય, ભેખડ ઊતરી નદીજળમાં એણે પગ મૂક્યો. - નદીને શીતળ જળને સ્પર્શ થતાં એની વિચારધારા અટકી પડી, એણે જે કાંઈ અવ્યક્ત વેદના અનુભવી હતી તે ઓસરી ગઈ, એણે દૂરથી સામે કાંઠે દૂર દૂર આવેલા નગરના અવાજે સાંભળ્યા, વ્યવહારની ધમાધમ તેના ખ્યાલમાં આવી અને મગજમાં પિતાના ચાલુ વ્યવહારનાં ચિત્રો એક પછી એક ખડાં થઈ ગયાં. પિતે કાંઈક અવર્ય દશા અનુભવી હતી તેની મીઠાશ તે હજુ તેના મગજમાં હતી, તેની ચાલમાં અને તેની આંખમાં દેખાતી પણ હતી, પરંતુ એને પાણને સ્પર્શ થતાં જ જાણે એ મૂચ્છમાંથી જાગે હોય, ઝબકી ઊઠ્યો હોય, એમ તેને લાગ્યું. | નદીમાં એક પછી એક પગ પડતા ગયા અને એ આકાશસન્મુખ હતા, આંતરદશાસનમુખ હતું, તેને બદલે નગર સન્મુખ આવતે ગયે. એને જે કાંઈ અવ્યક્ત અનુભવ થયે હતે તેને સ્થાને એ પાછાં વ્યવહારનાં સ્વમાં જેવા લાગે. જીવનકલહમાં બે ચાર વખત વ્યવહારદષ્ટિએ એણે વિજય મેળવેલ એ એને સાંભરી આવ્યા, સ્વજન સંબંધીનાં વૃન્દો એની આંખ પાસે તરવરી રહ્યાં અને પિતાનું નાનું જગત પિતાને કેન્દ્ર બનાવી જાણે પિતાને માટે સર્વ કાર્યો કરી રહ્યું હોય એવા ભાનની સાથે એને પગ એક પથ્થર સાથે અથડાયે, જળમાં પગ હેવાથી બહુ વ્યથા ન થઈ, પણ એની ભાંગતી વિચારધારા હવે તદન તૂટી ગઈ. વૃક્ષ નીચે અનુભવેલી દશા અને જળમાં ચાલતાં અનુભવેલાં વિચારસ્વપ્નો સર્વ ઓસરી ગયાં. પગને તપાસી અધ મુગ્ધદશાએ એ બંગલા તરફ ચાલ્યો.