________________
સાધ્યને માર્ગે અને છેવટે એક પણ કામ સંપૂર્ણપણે કરી શકતું નથી. ટુંકામાં આત્મનિરીક્ષણથી કાર્યોમાં ચેજના અને કાર્ય સિધિમાં સહેલાઈ આવી જાય છે, અને તેને લીધે કાર્યો પર અંકુશ આવે છે. બીજા માણસો કાર્યના સેવક થઈ રહે છે, દરેક કામ તેમને અડચણ કરે છે, ત્યારે આવા માણસના સંબંધમાં દરેક કામ તેનું સેવક થઈ રહે છે. અનુભવથી આ બાબત સમજી શકાય તેવી છે.
આવા પ્રાણીના વ્યવહાર અને ધર્મ બહુ શુધિ અને સરલ રહે છે. કાર્યપદ્ધતિના પરિણામે આ લાભ અકસ્માતથી જ તેને મળી આવે છે, તે પર વિશેષ લખવાની જરૂર નથી. વ્યવહારમાં ઘણું દાખલાઓ જોવામાં આવે છે જેથી આ હકીકત સહજ સમજાય તેવી છે.
આત્મવિચારણાથી આ ઉપરાંત થતાં અનેક લાભનું દિગદર્શન મોટામાં મોટો લાભ વિચાર શકિતમાં વધારે થાય છે તે છે. દરેક વ્યક્તિને માલૂમ હશે કે આખા દિવસના કાય પ્રસંગેમાં અનેક વિચાર આવ્યા હશે, કુરણાઓ થઈ હશે અને થવાની સાથે જ તે વિચારસાગરની સપાટિ પરથી નાશ પામી ગઈ હશે. આવા અનેક વિચારની નિશાની–ગંધ પણ રહેતી નથી. પરંતુ જેને પિતાનાં સર્વ કાર્યો પર નજર રાખવાની ટેવ હોય છે તેને એમ થતું નથી. તેને ન વિચાર, નવી સકુરણા, નવા નિયમે, નવાં અવેલેકને, નવા ઉપદેશ કરવામાં, ગ્રહણ કરવામાં, ધારણ કરવામાં, ઠસાવવામાં અને પૃથકકરણ કરવામાં અસાધારણ ચાલાકી આવી જાય છે. ઘણું ખરી વખત દરેક વિચારોમાં સીધી રીતે અને કેઈવાર અદશ્ય અને આડકતરી રીતે સદુપયોગ જ થાય છે. મુખ્ય