________________
* *
*
*
* *
*
*
*
*
*
* * r.. -
આત્મનિરીક્ષણ મુદ્દે તેની વિચારણાશક્તિ નિરર્થક જતી નથી. આથી દરેક નો વિચાર તેના પર અસર કરે છે. કેઈ ન પદાર્થ જોતાં જ તે અવલોકી તેમાંથી સાર ગ્રહણ કરે છે. અને આ શક્તિ એટલી હદ સુધી વધે છે કે જે જગાએથી સામાન્ય માણસ દુર્ગુણો લઈ આવે છે તે જગાએથી તે સગુણો લઈ આવે છે. બીજાઓને કાર્યો પર અંકુશ હોય છે, પરંતુ મનમાં કવિકલ્પ થાય તેને રોકવાની શકિત બહુ થોડામાં હોય છે. આવી શક્તિ પણ તેને પ્રાપ્ત થાય છે. આ અસાધારણ માણસ પોતાના વિચારો દાબી શકે છે અને ધીમે ધીમે મન પર પણ એટલે કાબુ મેળવી શકે છે કે તેને ખરાબ વિચાર આવતા જ નથી, તેની વિચારશક્તિ પણ આથી એટલી ખીલે છે કે તે એક વિષય ઉપર કલાકના કલાકો સુધી અખલિતપણે વિચાર કરી શકે છે. મનની આવી સ્થિતિ થવી તે બહુ મુશ્કેલ કાર્ય છે. આપણે એક બાબત પર વિચાર કરવા માંડશું તો તુરત જ જણાશે કે બે ચાર મિનિટમાં બીજા વિષયમાં મન ઊતરી જશે અને બહુ મહેનત કરી ધયાન–એકાગ્રતા કરવા જશું તો કાં આવશે. તેથી આવા માણસને વિચારશક્તિ જે કાબુ આવે છે તે બહુ લાભકારક છે.
હવે મન અને વિચારશક્તિ પર આટલો કાબુ આવેલ માણસ ક્યા ગુણે પ્રાપ્ત ન કરી શકે? તે ગમે તે વસ્તુને ત્યાગ કરી શકે છે, સાંસારિક રાગે તેને લેપ કરતા નથી અને દ્વેષથી તે ચૂકતો નથી, કષાય તેનાથી દૂર જ રહે છે અને ગુણસ્થાનકનાં પગથી તેને બહુ સહેલ થઈ પડે છે. મુદ્દે ધીમે ધીમે અભ્યાસ પાડી આ ગુણ ખીલ હોય તે પરમ