SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ સાધ્યને માગે પદપ્રાપ્તિમાં પ્રધાન મદદગાર થઈ પડે છે, એમાં સંદેહ નથી. તેથી હવે એ પરીક્ષા–તપાસ–કેવી રીતે કરવી તે પર વિચાર કરવાની ખાસ જરૂર છે. આવા અનેક લાભથી ભરેલે ગુણ પ્રાપ્ત કરવા માટે ચાલુ અભ્યાસ-ટેવ-પુનરાવર્તનની બહુ જરૂર છે. પ્રથમ થોડેથી શરૂઆત કરવી જોઈએ. આ ગુણના પ્રથમ પાયા તરીકે શાસ્ત્રકારે ૧૪ નિયમ ધારવાનું કહ્યું છે. આપણે આખી ઉંમર સુધી દરરોજ ખાયા કરીએ, છતાં આપણે કેટલી વસ્તુઓ દરરેજ ખાઈએ છીએ તે કહી શકશું નહિ. આપણે યાદ કરીએ તો તેમાં પણ બહુ વખત જાય અને છતાં તેમાં ભૂલ રહેવાને સંભવ રહે છે. છ માસની ટેવ પછી ચાદ નિયમ ધારનાર ૧૦ મિનિટમાં આખા દિવસને હિસાબ તપાસી શકે છે અને બીજા દિવસ માટે વિચાર કરી રાખી શકે છે આ વૈદ નિયમ ધારવાથી આપણું સર્વ સ્થૂળ પ્રવૃત્તિઓ કાબુમાં આવી જાય છે. કાયિક પ્રવૃત્તિના લગભગ સર્વ વિષય તેમાં સમાઈ જાય છે અને ચાલુ ખંતથી આપણે થોડા વખતમાં કાયિક પ્રવૃત્તિઓ ઉપર કબજો મેળવી શકીએ છીએ. આત્માવલોકન કરવાની ઈચ્છાવાળાએ પ્રથમ બાહ્ય વસ્તુથી જ શરૂઆત કરવી અને તે માટે શાસ્ત્રકારના બતાવેલા ચંદ નિયમથી વાપરવાની, પહેરવાની, ખાવાની વિગેરે ઘણું બાબતો ઉપર અંકુશ આવી જાય છે. આ આચરણથી ઉત્તરેત્તર કેટલો લાભ થાય છે તે આપણે હવે જોઈએ. પરંતુ આ લેકમાં પણ શરીરે નિરોગીપણું વિગેરે અનેક લાભે બહુ પ્રાણીને થતાં દેખાય છે. ચાદ નિયમ ધારવા એ ઉત્તરોત્તર થતા લાભનું
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy