________________
સાધ્યને માગે પ્રયત્ન કરે, પ્રસંગ આવી પડતાં તેમાંથી શુદ્ધ રીતે બહાર આવવાને આકરે નિર્ણય કરે.
આવા વર્તનવાળા માણસનું ચરિત્ર જોઈએ તે તુરત જણાશે કે નિયમ પર ધ્યાન રહેવું મુશ્કેલ છે. દાખલા તરીકે પ્રથમ એક માણસ પ્રાણાતે પણ સત્ય બલવાને નિયમ કરે. શરૂઆતમાં તો ટેવ નહિ હોવાથી આખા દિવસમાં કેટલી ભૂલે થઈ તે પણ સાંભરશે નહિ, પણ પછી તેની દષ્ટિ સાધ્ય તરફ હેવાથી તે પ્રસંગને યાદ કરી એવી તે સહેલાઈથી દૂર કરી શકશે કે જેનારને આશ્ચર્ય થાય.
આવી રીતે એક સગુણ પર મુખ્યપણે અને બીજાઓ તરફ ગણપણે ધ્યાન આપવાથી આત્મપરિણતિમાં અલકિક ફેરફાર થઈ જાય છે. એક ગુણના અભ્યાસ પછી અનુક્રમે બીજા ગુણે લેવા, આત્મનિરીક્ષણ કરી ગુણ ગ્રહણ કરવાને અને તેના વડે ગુણસ્થાન આરોહ કરવાને આ સર્વથી સારો ઉપાય છે.
બીજે ક્રમ એ છે કે ધારેલા સર્વ ગુણો પર સાથે મચવું, તે દરેકમાં થયેલી ભૂલની નેંધ લેવી અને દુર્ગણે સાથે લડાઈ ચલાવી તેઓને મેળવી આપનાર પ્રસંગને અને તેવા સંજોગેને મારી હઠાવવા. આ ઉપાય પણ બહુ સારો છે. પ્રથમના ક્રમથી એકાગ્રતા વધારે થવાને સંભવ છે.
પ્રથમ બતાવેલા કમને વધારે પસંદ કરવાનું એક બીજું કારણ છે. આ સત્ય હમેશાં યાદ રાખવાનું છે કે આ દુનિયામાં આપણે એક ગુણ સર્વાશે ગ્રહણ કરીએ અથવા ગ્રહણ કરવા યત્ન કરીએ તો બીજા સગુણે તેની પછવાડે ચાલ્યા આવે છે. આ વાત બહુ ધ્યાન