________________
ઘાંચીના બળદ
૧૯૧
અને આખા દિવસમાં દશખર માઇલનો પંથ કરે છે, છતાં દિવસની આખરે ( જીવનની આખરે) એને માલૂમ પડે છે કે એ તા ઘેરનો ઘેર જ છે, એ હતા ત્યાંના ત્યાં જ છે, એ લાંબી મુસાફ્રીનુ કષ્ટ કરવા છતાં એક વેંત જેટલી જમીન પણ આગળ વધ્યા નથી, અને એમ થવાનુ કારણ એટલું જ કે એની આંખ ઉપર પડદા ચઢેલા હાય છે, તેથી અને વિવેકજ્ઞાનનુ લહેરખુ આવતુ નથી અને પરિણામે એ આખા દિવસ કરે છે, છતાં આગળ વધતા નથી.
ઘાંચીના બળદને આપણે એટલી વાર કરતા જોયે હાય છે કે એ આગળ ન વધે એમાં આપણુને બહુ આશ્ચર્ય થતું નથી, પણ એ જ વાતનો આપણે યાગ (પ્રગતિ) માગે વિચાર કરીએ ત્યારે બહુ ગ ંભીર વિચારણામાં પડી જઈ એ છીએ. સવારે મંદિરમાં જઈ ધૂપ દીપાદિ કરી આવીએ કે સમજ્યા વગર પ્રતિક્રમણ દરરોજ કરીએ, કે કંદમૂળાદ્ધિનો ત્યાગ કરીએ અને તેટલી ક્રિયાથી સતાષ માની, પોતાની જાતને ધર્મિષ્ટ માનવાની ગલતી કરી બેસીએ અને કાંઇ વિચાર ન કરીએ તેા એ ઘાંચીના બળદ જેવી જ ટ્ઠશા આપણી થાય છે તે વિચારીએ. જ્યાં સુધી વિવેકજ્ઞાન પ્રાણીને થતું નથી ત્યાં સુધી એ થેાડી ધક્રિયામાં પરિપૂર્ણતા માની બેસે છે અને પિરણામે એની ઘાંચીના મળદ જેવી જ થાય છે.
શા
એનો એક ઘણા જાણવા લાયક દાખલા થડા સમય પહેલાં બન્યા હતા. જળપ્રલય પછી ખેડા અને નડિયાદના પ્રદેશમાં વાણીઆ વ્યાપારીઓએ માલની આવકજાવક અધ થઈ જતાં જરૂરી ચીજોના ભાવેા ચાર ચાર છ છગણા વધારી