SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ સાધ્યને માગે બર વિચારણા થાય ત્યારે જ અનુષ્ઠાનનું મહત્વ, એને સાધના–ધર્મભાવ અને એનું પેગ પ્રગતિમાં સ્થાન સમજાય છે. પ્રથમના બને અવંચક ગે (ગ તેમજ ક્રિયા) સહજ પ્રગતિ બતાવે છે, છતાં ખરી રીતે જોતાં એ તો માત્ર સાધન છે અને જ્યાં સાધનધર્મમાં પર્યાપ્તિ માનવામાં આવે ત્યાં મોટી ગેરસમજ ઉત્પન્ન થવાનો ભય રહે છે. , એ ગેરસમજ એવા પ્રકારની છે કે ઘણા પ્રાણીઓ એ અનુષ્ઠાનમાં જ સંપૂર્ણતા માની બેસે છે. એ પછી તે એવી મનોદશા તે વહોરી લે છે કે એને એ કિયા સિવાય વધારે આગળ વધવાનું બનતું જ નથી અને એ ક્રિયામાં ને ક્રિયામાં આખું જીવન વ્યતીત કરે છે. એને દ્રવ્યકિયા ગમે તેટલી સારી લાગે, પણ જે તે તેના રહસ્યમાં ન ઊતરે અને માત્ર આચારરૂપે કે કુળધર્મ પ્રમાણે એ દરરોજ નિયમસર ક્રિયા કરી આવે તે એની દશા યંત્ર જેવી થઈ જાય છે અને અતિ વિશિષ્ટ ફળાપેક્ષયા એ તદ્દન પ્રગતિરોધકની કક્ષામાં આવી જાય છે. આવી દશા મુમુક્ષુની નજરે લાભદાયક ન હૈઈ ખાસ વિચારવા એગ્ય સ્થિતિ પૂરી પાડે છે. - એના સંબંધમાં એક પૂજા પ્રસંગમાં શ્રીમદ્ વીરવિજચજી મહારાજ હકીક્ત લાવ્યા છે કેતેલી બળદ પરે કષ્ટ કરે, ના જીવ વિણચુત લહેર; નિશદિન નયણું મીંચાણે - ફરતે ઘેરને ઘેર. - એવા પ્રકારને પ્રાણુ ઘાંચીના બળદની પેઠે આંખે મીંચીને સવારથી સાંજ સુધી (જીવન પર્યન્ત) ફર્યા કરે છે,
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy