________________
સાધ્યને માગે વખતની અને ક્ષણજીવી પ્રતિષ્ઠા ઉપર તારા જેવા બહાદુર આત્માને આશ્રય હોય? તને એ ન શોભે. અંતરની આંખ ઉઘાડ અને નામ અવિચળ કેમ રહે અને ક્યાં રહે તે શોધ. પ્રયાસે તે મળશે અને મળશે એટલે અત્યારની તારી ટેવ છૂટી જશે.
આ શું તારી મેટરના શેફરને તેં આજે “સાળા ગધેડા કહ્યું? તારા મુખમાં એ શબ્દ શોભે? ગૃહસ્થના મુખમાં આવી હલકી ભાષા હોય? તું વિચાર કર :–
એ શ્રમજીવી છે એટલે તારે એના ઉપર હુકમ ચાલે. તું એને પગાર આપે છે, એના બદલામાં એ તારું કામ કરે છે. અંદગીને ભેગેજોખમે એ તારી મોટર ચલાવે છે. તારા હુકમે રાતદિવસની ગણના વગર કે પોતાની સગવડની દરકાર ર્યા વગર ઊઠાવે છે. એ કાંઈ તારે ગુલામ નથી. તું એની પાસેથી કામ લે અને કઈ વખત તને ફેરફાર જણાય તે તું તેને સૂચના કર. એણે પિતાની જીદગી તને વેચી નથી.
તને ગાળ દેવાને અધિકાર છે? એ પણ મનુષ્ય છે, એને લાગણી છે, એ તને તેવી જ ગાળ દઈ શકે છે અને છતાં એ દબાયેલું રહે છે તેની સ્થિતિને તું ગેરલાભ લે છે ! એને “ગધેડે સાંભળીને શું થયું હશે તેને કાંઈ
ખ્યાલ કર્યો? જે મનુષ્ય હલકી પંક્તિના હોય છે તે ખાસ કરીને માનભંગ સહન કરી શકતા નથી તે તું જાણે છે? જે તે જ ૧ મેટરગાડી ચલાવનાર–ડ્રાઈવરને અંગ્રેજીમાં શેફર કહેવામાં આવે છે.