________________
મળેલી ગુમાવેલી તક “ચાલો આપણે સિદ્ધાચળ જઈએ, મેટ સંઘ કાઢીએ, હજાર માણસોનું સ્વામીવાત્સલ્ય કરીએ.” આવી આવી ભાવના ભાવતા હતા, અંદરથી તદ્દન પિલા હતા, કેરા ધાકકેર હતા, માત્ર વાત કરનારા જ હતા અને કેઈના દિલમાં એક અંશ પણ ર્તવ્યપ્રેરણા હતી જ નહિ. તેઓ અંતરંગથી એમ માનતા હતા કે—પતે કંઈ કરી શકે કે નહિ તેની વાત જ નથી; માત્ર ભાવના ભાવીએ તે પણ બસ છે, ઘણું છે. ” એવી રીતે વર્ષો સુધી દરરોજ રાત્રે આત્મવંચના કરતા હતા. આપણામાંના ઘણાખરા એવું વારંવાર કરે છે અને ભાવના ભાવવામાં જ ઈતિર્તવ્યતા માને છે. બુંદીકેટાનું નામ કહેવત તરીકે ચાલુ થઈ ગયું છે, પણ તું પિતે અને તારા અમારા ઘણું એાળખીતાઓ એ જ પ્રમાણે આત્મવંચના કરે છે અને એવી ભાવના ભાવવામાં જ મેજ લે છે. ભાવનાની સર્વ બાબત તાત્કાલિક બની શકે કે અમલમાં મૂકી શકાય તેવી હતી નથી, પણ ભાવના કરનારે તે દિશાએ સંચલન તે કરવું જ જોઈએ, માત્ર બોલવાથી કે વિચારવાથી જ લાભ પ્રાપ્ત થઈ શકે છે અને કહ્યું કર્તવ્ય કરવાની જરૂર નથી, એ ખ્યાલ હોય તે ખરેખર આત્માને છેતરે છે. તેટલો વખત મનને શુદ્ધ માર્ગો ચલાવ્યું એટલે મનથી બંધાતાં પાપ ઓછાં થયાં, એવું માની, આત્મભાન વિસરે છે અને સંસારમાં વધારે વૃદ્ધિ કરી ચીકાશપૂર્વક આકરાં કર્મો બાંધે છે.
ત્યારે હવે શા વિચાર પર આવ્યો? તને આત્મનિતિ કરવાની તક મળી નથી એ મિથ્યા પ્રલાપ છે, બેટી ફરિયાદ છે, નિર્જીવ બહાનાં છે, સાચું આત્મવંચન