________________
સમુદ્રતીરે મિત્રગેષ્ટિ
[૨૨] જ્યારે ચારે તરફ અનેક પ્રકારની ધમાલ થતી હોય, વાતાવરણમાં યુદ્ધની વાત ચાલતી હોય, ચોતરફને રંગરાગ ગૂંચવણ ભરેલું હોય, તેવે વખતે શાંત વિચારે આવવા મુશ્કેલ છે.
છતાં બે મિત્રો એક દિવસ સાંજે વરલીની ચપાટી ઉપર એકઠા થઈ ગયા. બન્ને ખૂબ વિચારક હતા, અનેક ગૂંચવણવાળા પ્રસંગમાં મનને શાંત રાખી શકે તેવા હતા, પશ્ચિમના નવયુગના વાતાવરણને સમજનાર હતા, પૂર્વકાળના ચાલ્યા આવતા રિવાજો નિયમને અને રીતભાતોને યેગ્ય સન્માન આપનાર હતા, વિવેકી હાઈ વસ્તુતત્વ શોધવામાં મહા પ્રયાસ કરનાર હતા, કેઈ પણ પ્રકારના આગ્રહને સ્થાન આપનાર ન હોઈ દલીલને સમજનારા હતા, પિતાની ભૂલ સમજવા માટે તૈયાર હતા અને તે સ્વીકારવામાં મેટું મન રાખનારા હતા.
તેઓએ ચોપાટી ઉપર ભ્રમણ કરવા માંડ્યું. સૂર્ય અસ્તાચળ ઉપર આવી ગયો હતો. અને મિત્રો ફરતા ફરતા સામેના નાના બગિચાના પગથિયા ચઢી ગયા. બગિચામાં ચાર પાયરીઓ હતી. બીજી પાયરીના એક બાજુના બાંક પર બને બેસી ગયા. વાતાવરણ શાંત હતું અને કેઈની આવજા ન હોવાથી વાતમાં ભંગ થવાના પ્રસંગે વિરલ હતા.