________________
૨૧૮
સાધ્યને મા કાળે નહોતે, છતાં એણે નિદ્રાનું વલણ બતાવ્યું નહિ, આંખનું મટકું પણ માર્યું નહિ. બે વાગ્યા, ત્રણ વાગ્યા, ચાર વાગ્યા; પણ રાજાએ ગીત અને નૃત્ય આગળ ચલાવવાની સંજ્ઞા ચાલુ રાખી. આખી મંડળીને પણ જેવાને અને સાંભળવાને રસ હતે. કેઈને એ વાતમાં શંકા કે ગૂંચવણ જણાયાં નહિ. સર્વેએ મેનકાના હાવભાવનાં વખાણ કર્યા, એના કંઠની–ગળાની મીઠાશની પ્રશંસા કરી અને કેટલાક તે એના તાલ સાથે તાલ દેવા લાગ્યા, ડેકાં હલાવવા લાગ્યા અને પિતાના પગના ધબકારા દેવા લાગ્યા.
સાડાચાર થયા, પાંચ થયા, પણ રાજાએ ઈનામ માટે હાથ લંબાવ્યો નહિ. આખરે મેનકા થાકી. મનુષ્યને ઉત્સાહ ગમે તેટલો હોય, તે પણ એને શારીરિક જવાબ તે મર્યાદિત જ હોય છે. અંતે એને બગાસાં આવવા માંડયાં, એના શરીરમાં શિથિલતા આવવા લાગી, એના પગની ઠકમાં મંદતા આવતી જણાઈ એના ગળાને સુર જરા ઘટ્ટ થતા લાગે, અને વધારે ખેંચવાનું કામ કાંઈક કઠિન થતું હોય એમ જરા જરા અસર થતી જણાઈ.
એ મંદતા અન્યને સ્પષ્ટ વ્યક્ત થાય તે પહેલાં મેનકાની વૃદ્ધ માતા ચમકી ગઈ અને ચમકીને તરત જ ચેતી ગઈ. એ અનુભવી ડોશી પામી ગઈ કે હવે વધારે ખેંચતાં બાજી બગડી જશે અને ઈનામને બદલે અપમાન થશે. એ ડેશીએ આજના જલસા ઉપર ઘણી આશા બાંધી હતી. એની પુત્રીને જે ઈનામ મળે તે પર એના ભવિષ્યને મેટ આધાર હતે. ડોશીએ જોયું કે જરા પ્રેરણા કરવાથી દીકરી મેનકા ડું વધારે ખેંચી કાઢે તે રંગ રહી જાય અને