________________
પાપ
જીતની બાજી હાર મા ઊજળે મુખે ઘેર જવાય. ડેશી દુનિયાની ખાધેલી હતી, અનેકના પરિચયમાં આવેલ હતી, ઘડાઈને પાકી થએલ હતી. એણે દૂરથી બધા સાંભળે તેમ દીકરીને હાક મારી, સાન કરી અને મુખથી કહી દીધું કે: “મજાનું ગાયું, અને જાનું વગાડ્યું, મજાનું નાચી, અહે શ્યામ સુંદરિ આખી રાત બરાબર કામ બજાવ્યું; હવે છેક છેલ્લી ઘડીએ પ્રમાદ ન કર ! આળસ ન કર !! *” આ પદ્ય આખી મંડળીએ સાંભળ્યું. પ્રત્યેક સાંભળનાર ચમકી ગયે. તે પદ્ય સાંભળતાં જ પેલા અપરિચિત વૃદ્ધ યુવકે પિતાની પાસેથી મૂલ્યવાન નવકબળ કાઢી મેનકાને ભેટમાં આપી દીધી. યુવકનાં તેજથી બધાં અંજાઈ ગયાં ! પુંડરીક રાજાના પાટવી યશોભદ્દે મૂલ્યવાન કુંડળ મેનકાને સાદર કર્યા. સર્વ છક્ક થઈ ગયા !સાર્થવાહ નગરશેઠની પુત્રવધૂ શ્રીકાન્તા ભરવામાં માતી બનેલી તમાસે જઈ રહી હતી તેણે તેજસ્વી હાર કાઢીને મેનકાને આપે. સર્વ ચક્તિ થઈ ગયા !!! જયસંધિ સેનાપતિએ સુવર્ણનું કહું મેનકાને આપ્યું. સર્વને એ વાત અર્થસૂચક લાગી. હાથીના મહાવતે સુંદર રત્નજડિત અંકુશ મેનકાને આપ્યું. સર્વ તેની સામું જોઈ રહ્યા!!!
* सुछ गाइयं सुठ्ठ वाइय, सुट्ठ नच्चियं सामसुंदरि ॥ अणुपालिय बीह राइभो, सुमिणते मा पमायए ॥ સારું ગાયું મજાનું વગાડયું, દીક્કી તું ખૂબ નાચી રે, લાંબી રાત્રિ દીર્ધ હતી તે, મસ્તાનદે પ્રસારી રે; અવસર હવે ખરે જ છે, ટાણે ન ઘટે પ્રમાલ રે, નહી તે છતી બાછ હારી, ખાલી હાથે જાશે રે.