________________
પાવધાન
૨૫
એ મોટા મોટા સાધુઓને પણ છોડતી નથી. તેમની વાતે સાંભળે તે જાણે એક પુણ્ય-પવિત્રાત્મા જણાય, પણ અંદર માન અને માયા એવા રમતા હોય છે કે એનું વર્ણન ન થાય. એ બનને દુર્ગણે અંદરની જડ ઉખેડી નાખે છે. તેનાથી બહુ જ ચેતવાની જરૂર છે. જે શુભ કાર્ય ઉપર ઉપરનું હોય અને અંદર માન કે માયા આકરા હોય તો લાભ કરતાં હાનિ કઈ વાર વધી પણ જાય. આ સંબંધમાં બહુ ઊંડા ઊતરવાની જરૂર છે.” | મુમુક્ષુ:–“પણ સાહેબ! આ તે કરી લેતાં પાટણ પરવારવાને વેપાર થાય તેનું કેમ?” - મહાત્મા: “એમ ન બને તે માટે સાપેક્ષવૃત્તિ રાખવાની જરૂર છે. એમ ન જ બને એમ કહેવાય નહિ. ગાઢ કષાયે કંઈ કંઈ કામ કરે છે અને નહિ ધારેલાં પરિણામો નીપજાવી મૂકે છે. એ વખતે જાગૃત રહે તે જ જીતી જાય છે અને નહિ તે શુભ કાર્યમાંથી પણ કષ એટલે સંસારને આય એટલે લાભ મેળવે છે. દરેક બાબતને આધાર આંતરવૃત્તિ ઉપર જ છે.” 0 મુમુક્ષ:–“ત્યારે સાહેબ! શાસ્ત્રમાં પ્રશસ્ત કષાયોની વાત કહી છે તે શી રીતે?” - મહાત્મા–“બરાબર છે. અમુક સંગે એવા હોય છે કે તે વખતે કષાયને દેખાવ જરૂર કરે પડે. દાખલા તરીકે કઈ શાસન ઉપર આક્રમણ કરે ત્યારે તેની સામે લડાઈ સુદ્ધાં કરવાનો પ્રસંગ પણ આવી પડે છે, કોઈ વાર રાજ્ય સાથે અટપટા પ્રસંગે આવે છે. હમણું પાલીતાણાની યાત્રા કેટલા વર્ષ બંધ રહી ત્યારે આપણે સુરસિંહજી સાથે