________________
શાંતિની શોધમાં
૨૬૩ આપણે બીજાને પણ તે માર્ગ બતાવીએ, તે માર્ગની વિશિછતા તેને ધ્યાન પર લાવીએ, આપણે યેગ્ય સ્થાનકે હેઈએ તે તેને લાભ કરે તે ઉપદેશ આપીએ, પણ મનમાં સમ, જીયે કે જગત જીવ હે કરમાધીના. એ ન સમજે તો આપણે “આપણું” શોધ્યા જ કરીએ. આપણું વિકાસના ભેગે પરની ચિન્તા કરવાની નથી, પરંતુ પરોપકાર એ. આત્મમંથનમાં સહજ પ્રાપ્ય છે. એ તો તું માર્ગે ચડીશ. એટલે કેટલી હદ સુધી પર માટે પ્રયાસ કરે અને કયાં વાત છોડી દેવી તે તને સ્વત: સમજાઈ જશે. સ્વને ભોગે પરમાં પડવા જેવું નથી.”
શાન્તિલાલ:–“એ તો સ્વાર્થની વાત થઈ. આપણે પર પાસેથી જ્ઞાનાદિ મેળવીએ તે પછી પરની સેવા કરવી તેમાં વધે છે હોઈ શકે?”
મહાત્મા–“ તારા સમજવામાં વાત ન આવી. પરની સેવા બને તેટલી કરવી, પરને ઠેકાણે લાવવા બનતે પ્રયત્ન કરે, પરના હિતને ચગ્ય આવકાર આપ, પરંતુ પરનું કરવા જતાં પોતે જ અંદર સપડાઈ જાય તે કડી લેવા જતાં પાટણ પરવારવાનો વેપાર કરવા જેવું થાય. સ્વને અનુલક્ષી જેમ કરવામાં આત્મવિકાસ સાધી શકાય તે લક્ષ્યમાં રાખી તેને અવિધપણે પરની સેવા બરાબર કરવી; કારણ કે પરની સેવા આત્મ ધર્મને જ વિભાગ છે અને સક્રીયરૂપે જરૂર કર્તવ્ય છે.”
શાન્તિલાલ:–“આપની વાર્તાથી મને ખૂબ આનંદથ, પણ આપે જે ગાન ગાયું તે આખું મારે આપની પાસે સમજવું છે. મારી અનેક ગૂંચવણને નિકાલ તે થઈ ગયું છે, પણ