________________
૨૧૦
સાધ્યને માગે. (૭) એ મનને મનાવવું મુશ્કેલ છે પણ અશક્ય નથી. - (૮) ધ્યાનવગર મુક્તિ નથી અને ભકિત વગર ધ્યાન નથી, એ કુમ ભલો નહિ,
આ તે સાદી પણ માર્મિક વાતે છે. પણ વાવવું ન હોય અને માખણ કાઢવું હોય તે આ રાજમાર્ગ છે. એમાં કેટલાક નકામા આંટા પણ મારવા પડશે, પણ એમ તે આપણે સંસારમાં ક્યાં ઓછા ધકેલા ખાઈએ છીએ! પણ એમ આંટા મારતાં એક વખત એ આવી જશે કે તે દિવસે તે વખતે સર્વ આંટા સફળ થઈ જશે અને અંદરને રાજા યે દિવસે પ્રસન્ન થશે અને રસનાં ઝરણાં વરસાવશે તેની કોઈ ગેરંટી હોય છે? પણ એ રસરાજ છે અને અનંત બળને ધણી છે, માટે એને રીઝવી એક વાર તે એને ગુંજવી દે અને પછી એની મજા તે જેજે. પછી તે સાત માળની હવેલીએ કે અઢારશે પાદરનાં રાજ્ય તમને વિસાત વગરનાં લાગશે. અરે! થશે કે આ તો આપણે પોતે જ રાજા હતા, પણ જાણતા નહોતા. અંદર તે એવાં એવાં અમૂલ્ય રત્ન ભરેલાં છે કે એને મહિમા સંપૂર્ણ રીતે તે ભગવાન પોતે પણ કહી શક્યા નથી. આવા માલના ધણ પારકી ખુશામત કરે નહીં અને ધકેલા ખાય નહીં!! અરે! એને તે કેડ પણ ઊંચા પ્રકારના થાય અને એના માર્ગો પણ અનેરા જ થઈ જાય! એનાં ઉડ્ડયન ઉચ્ચ અને એના માર્ગો પણ ઉચ્ચ જ હોય.
માત્ર એક જ વાત કહેવાની છે; હાઈ ધોઈ નિરમળ થઈને, આરિસ જેવો” એ વાત ધ્યાનમાં રાખજે.