________________
૧૩૮
સાધ્યને માર્ગ
(૩) એ શું ખેલ્યા ? પેલેા ગાંડા જેવા માણસ જાય છે તે ખરા સમજી છે, મુમુક્ષુ છે, ઊડા છે. અરે! પણ એ તે કાઇની પરવા કરતા નથી અને દરકાર પણ કરતા નથી. પડાંની અને દરકાર નથી, ખાવા પીવાની જરૂરીઆત નથી, આંખા આકાશ તરફ રાખી બેસે છે અને ચાલે ત્યારે નીચી નજરે ચાલે છે. અરે! એ વાત પણ ભાગ્યે જ કરે છે અને આખા વખત જાણે કાંઇ સૂરમાં ગાતા હાય અથવા કોઈ નાદ સાંભળતા હોય એવા દેખાય છે, કોઈ એની મશ્કરી કે પ્રશંસા કરે તેની એને દરકાર નથી, કાઇ એને વઢે કે નમે તે તરફ એ અરુચિ કે પ્રેમ ખતાવતા નથી. આ તે કાંઈ માણસ છે કે ગમાર !! આ દશા ખરા ચેાગીની હાય છે. “યું જાણે જગ માઉરા, યુ' જાણે જગ અધે, ” આ વિચિત્ર વાકયમાં એની જીવનકળાના સરવાળા થાય છે. દુનિયા એને ખવરા—ગાંડા જાણે અને એ દુનિયાને અંધ જાણે. એના માહ્ય વર્તન કે દેખાવ પરથી દુન્યવી ખ્યાલ ધરાવનારા લાકા એને ગાંડા જાણે. એને કાઇની તમા નહિ, એ તા પેાતાના આત્મિક ખ્યાલામાં મસ્ત રહે, એને બહારની જ જાળમાં મજા ન આવે, અને સંસારના વ્યવહારામાં આનદ ન થાય. એટલે દુનિયા
??
* કહે છે કે આ વિચિત્ર વાયરચના માટે જવાબદાર એક ભંગડભૂત જેવા લાગતા ચાગી ચિદાનંદજી છે. એનું નામ કપૂરવિજય હતું અને આવા અપૂર્વ અનુભવનાં વાયેા લખ્યાં ત્યારે તેમનું વય માત્ર ચાવીશ–પચીશ વર્ષીનુ હતુ. એ માત્ર એક પાત્ર (કચેાળુ) રાખતા અને બહુ અલ્પ આહાર એ ચાર દિવસે વગર સ્વાદે કરતા. એમની જીવનશ્રેણીની અનેક દંતકથા ભાવનગરમાં ચાલે છે. વિક્રમની વીસમી સદીની શરૂઆતમાં તેમને જીવનકાળ હતા. તેમની મસ્તીમાં વિલક્ષણતા દેખાય છે તે તેમના વિલાસ જ હતા.