________________
વિલક્ષણ અનુભવેગારો
૧૩૭
પામી ગયા અને તમે રહી ગયા તેવાત ઉપર મજાક કરી, અને વળી પાછા સિદ્ધિએ જવાની તજવીજ કરી છે? આ તમારા ઢગ શા છે? આ તે કઇ રીત છે? આ તે કઇં માગવાની પદ્ધતિ છે? કેમ ખેલતા નથી ?
અંદરથી જવાબ મળ્યો કેમ ? આજ સુધી “તું—તાં” થી વાત કરતા હતા તે આજે માન આપી “ તમે ” કેમ કહેવા માંડયું ? મારી નાનપણની ગાછી યાદ ન આવી ? અરે! હું તે। ભગવાન સાથે હરેલા, કલા, ભટકેલે. અમે એક ભાણામાં જમતાં, સાથે નાસ્તાપાણી લેતા, અને એક વાર તા મોટા યુદ્ધમાં પણ ઊતરેલા, અમને માનસન્માન સાથે મળતા, અમે ભારે તાફાન મચાવતા, પણુ એ દરેક વખતે અમારા તાાનમાં પણ એના નખર પહેલે ! પછી અમે જરા દૂર થઇ ગયા, છૂટા પડી ગયા. એ તા અર્ધા–પાણા કાળચક્રની જ વાત છે. હું હતા ત્યાં રહી ગયા અને એ તે સાતમા આસમાનથી પણ ઉપર ચાલ્યા ગયા! અરે એને તેા અમારી ધમાલા, મશ્કરીએ અને આરામે ચાદ પણ આવતા નથી. ત્યારે પૂર્વ સ્નેહ વિસરી જનારને શું આટલે ઠપકો પણ ન અપાય ? એટલી વાતની યાદી ન આપીએ તે પછી એને શું ? એ તે વિસરી જશે. અરે! જોજે તા ખરા, એને ધમકાવી, ફ્રાસલાવી, ઠપકા આપી, એની જેવા થઈ જઉં છું કે હે ? આપણા જૂના દોસ્તને જરા કાનચપટી આપીએ તે એમાં વાંધા નહિ. સમજ્યે ! હવે “ તમે તમે ” ની વાતા મૂકી દેજે. હું જરા મારા જૂના દોસ્તને હાકારો કરી આવું.
*