________________
innan
m
unanumanviarumo
સાધ્યને માગે એ પૂર્ણાનંદ સ્વભાવ યાદ આવ્યો. અપૂર્ણ હોય તે પૂર્ણ પણને પામે છે, અને પૂરવા માંડવામાં આવે તે ઘટતું જાય છે, આ વાતથી એને બહ જેસ આવી ગયું. પિતાની અપૂર્ણતાને એને સંપૂર્ણ ખ્યાલ હતું, પણ એ તત્વજિજ્ઞાસુ હતે, એ અંતઃમુમુક્ષુ હતું, એને અપૂર્ણ પ્રયત્ન કરે તો પૂર્ણતાને પામે છે એ પૂર્ણાનંદને સ્વભાવ યાદ આવતાં એને ઘણી શાંતિ થઈ ગઈ. ઘણી ધીરજ આવી ગઈ અને રસ્તાની મુશ્કેલી અને અંદર ઊતરવાની અનેક અગવડે એ વિસરી ગયો. એની આંખે નેમિનાથની મૂર્તિ ઉપર સ્થિર થઈ ગઈ અને
ચિત્ત ધરીએ હે હમચી અરદાસ”
એ પદ માત્ર એ એક જ વાર બોલ્યો અને બોલતાંની સાથે જ એની આંખે પાછી બંધ થઈ ગઈ. એ રૂપસ્થમાંથી રૂપાતીતની ભાવનામાં પડી ગયે, એ મૂર્તમાંથી અમૂર્તમાં લીન થઈ ગયું અને થોડીક ક્ષણ એ અતઃપર્યત અનનુભૂત સ્થિતિ અનુભવી રહ્યો.
પછી તે બંધ આંખો સાથે એ નેમિનાથમાં લીન થઈ ગયા અને અંદરથી પરમાતમ પૂરણ કળાનો જાપ ફરી વાર શરૂ થયો. કેટલેક વખત એ એ સ્થિતિમાં રહ્યો તેનું એને ભાન ન રહ્યું. અંદરથી એ તે પરમાત્મદશાના સ્પષ્ટ અને અસ્પષ્ટ ખ્યાલ કરવા લાગે. એટલે વખત એના મનમંદિરમાંથી એના વ્યવહારની ધમાલ તથા એની માનસિક પ્રવૃત્તિઓ વિગેરે સર્વ ખસી ગયું, એને ન અનુભવ થયે. પવિત્ર સ્થાન, દુનિયાના ચાલુ પ્રવાહથી ઊંચાઈવાળી જગ્યા, ત્યાંનું પવિત્ર વાતાવરણુ, ત્યાં સાધારણ રીતે ન મળતી અજબ