________________
શ્રીયુત વનમાળીદાસ રાયચંદ વારિયા
ભાવનગર સ્ટેટના મહુવા શહેરમાં તેમને જન્મ સં. ૧૯૪૪ના જેઠ સુદ ૧ ને રોજ થયો હતો. તેમની પંદર વર્ષની વય થઈ ત્યારે તેમના પિતાશ્રીનું અવસાન થતાં કુટુંબચિંતા તેમના માથા પર આવી પડી, એટલે અભ્યાસ છોડી એમણે નિર્વાહના સાધને શેધ્યાં. શરૂઆત પંદર રૂપીઆના માસિક પગારની નોકરીથી કરી, આપબળે વધતા ગયા. શેઠ મીઠાભાઈ નથુભાઈના એકસપર્ટ ઈમ્પોર્ટ ખાતામાં ભાગીદારી થઈ અને ત્યાં તેમણે પોતાની કુદરતી ચાલાકી અને ચીવટ સાથે પ્રમાણિક વ્યવહારના અનેક દાખલાઓ બતાવ્યા, વ્યાપારી તરીકે સારી નામના મેળવી અને એ રીતે પિતાને યશ દીપાવ્યો.
એમને સ્વભાવ ખૂબ પ્રેમાળ હેઇ, એ અનેકને મિત્રે કરી શતા હતા અને સ્પષ્ટવકતા હેઈ સાચી વાત નિખાલસ દીલે કહેવામાં જરાપણ સંકેચ ન રાખતા. જીવનલીલાને વિસ્તર્યાને અનેક વર્ષો વીતી ગયાં, છતાં તેમના સંબંધી અને મિત્રો તેમને હજી પણ યાદ કરે છે એ તેમની સંબંધ બાંધવાની અને જાળવવાની રીતિ દાખવે છે.
એક મનુષ્યની ગણના કરવામાં તેને શેખ કેવા પ્રકારનો હતો તે અગત્યનું સ્થાન મેળવે છે. શ્રી વનમાળીદાસને આન દઘનજીના પદ અને અધ્યાત્મ વિષય તરક ખબ તાલાવેલી લાગેલી હતી અને તેઓની અંત અવસ્થા દરમ્યાન જેમણે તેમને પદે બેલતા સાંભળ્યા તેઓ તેમની હૃદયમર્મજ્ઞતા સમજી શક્યા હતા. વ્યાપારીનું સરળ જીવન, સગાં સંબંધીનું કાર્ય કરવાની ભાવના, પ્રમાણિક જીવન જીવવાની તમન્ના અને વેગ અધ્યાત્મના પુસ્તકેનું મનનપૂર્વક વાંચન-એ સર્વ સાદા પણ સાધ્યલક્ષ્મી જીવનને