________________
૨૮૨
સાધ્યને માગે. ધર્મના ઝગડા જેવું રહેત નહિ એમ પણ તેમને લાગ્યું. નય અને પ્રમાણુની વાતો જનતા પાસે વિશિષ્ટ પ્રકારે સારી સાદી ભાષામાં મૂકવા ગ્ય છે અને તે જ્યારે મૂકાશે ત્યારે જૈનધર્મનું વિશિષ્ટ સત્ય જગત સન્મુખ મૂકવા માટે જેનોએ પદ્ધતિસર કાંઈ પ્રયાસ કર્યો નથી એમ તેમને લાગ્યું. શાસ્ત્રમાં સર્વ વાતે જરૂર છે, પણ લેકેના લક્ષ્ય પર આણવા માટે તેને જે સાદા અને સુગમ્ય આકારમાં મૂકવી જોઈએ તે બહુવિધ પ્રયાસ થયો નથી એ વિશાળતાના વિરેાધક તત્વની તેમને ભાળ લાગી.
તેમને એમ થયું કે નય અને સપ્તભંગિની હકીક્ત બરાબર રજુ કરવામાં આવે, અનેક પ્રકારે રજુ કરવામાં આવે અને સાદામાં સાદી રીતે રજુ કરવામાં આવે તો જૈન તત્વજ્ઞાનની વિશાળતા અને સહિષ્ણુતા બરાબર પ્રકટ થાય. અત્યારે વાદવિવાદનો સમય નથી, અત્યારે જ્ઞાનપિપાસા લેમાં જરૂર જાગી છે; એમને યોગ્ય પરિભાષામાં જૂદી, જૂદી રીતે વાનકી પીરસવામાં આવે તે જૈનધર્મ એના અસલ દર્શન સ્વરૂપે અતિ વિશાળ આકારમાં રજૂ થાય અને એનું સર્વસંગ્રાહી સ્વરૂપ જગત નીરખી શકે.
એમ કરવા માટે અન્યને મિથ્યાત્વી કે દુર્મતિ કહેવામાં લાભ નથી. એમને તો એમ કહેવું જોઈએ કે “તમે કહે છે તેટલી વાત ઠીક છે, પણ તેમાં સંપૂર્ણ સત્ય નથી. ? એના અંશસત્યને ખ્યાલ આપી, પછી વાત આગળ ચલાવવામાં આવે, તે જૈન ધર્મ ને સંગ્રહ કરી પિતાનું સર્વમત્વ સાધી શકે.